IPL 2020 : રાહુલ તેવટિયાએ યુવરાજની યાદ અપાવી, સહેવાગ બોલ્યા- માતા આવી ગઈ
IPL 2020 : રાહુલ તેવટિયાએ યુવરાજની યાદ અપાવી, સહેવાગ બોલ્યા- માતા આવી ગઈ
નવી દિલ્હીઃ યૂએઈમાં ચાલી રહેલ આઈપીએલ સીઝન 13માં 27 સપ્ટેમ્બરે 9મી મેચ રમાઈ, પરંતુ આ દરમ્યાન જ દર્શકોને એક એવી ગેમ જોવા મળી જે અત્યાર સુધી એકેય સીઝનની શરૂઆતી ક્ષણમાં જોવા ના મળી હોય. સીઝનની 9મી મેચ રવિવારે કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સે 4 વિકેટથી મેચ જીતી લીધી. આ રાજસ્થાનની સીઝનની બીજી મેચ હતી. અગાઉ તેમણે ચેન્નઈ સુપર કિંગ્સ સામે મેચ જીતી હતી.

એક ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા
જણાવી દઈએ કે પંજાબે પહેલાં બેટિંગ કરતા 2 વિકેટ ગુમાવી 223 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થઆને 194 ઓવરમાં પંજાબ દ્વારા નિર્ધારિત 224ના ટાર્ગેટને પૂરો કરી લેવામાં આવ્યો. આ દરમ્યાન રાજસ્થઆન માટે બેટિંગ કરતાં રાહુલ તેવતિયાએ એક રેકોર્ડ બનાવ્યો. તેમણે 31 બોલમાં સાત છગ્ગા સાથે 53 રનની અર્ધશતકીય ઈનિંગ રમી. આ આઈપીએલમાં તેમની પહેલી ફીફ્ટી હતી. પોતાની ફીફ્ટીમાં તેમણે શેલ્ડન કોટરેલની ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા, જેણે યુવરાજ સિંહની યાદ અપાવી દીધી. એક સમયે લાગ્યું કે યુવરાજની જેમ જ તેવતિયા પણ છ છગ્ગા ફટકારી દેશે. યુવરાજે 2007 ટી20 વિશ્વ કપમાં સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા.

આવું કરનાર પહેલા ભારતીય બેટ્સમેન
તેવતિયાએ મેચની 18મી ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા. તેમની પાસે સતત 6 છગ્ગા લગાવવાનો પણ મોકો હતો, પરંતુ કોટરેલ પાંચમો બોલ ખાલી કાઢવામાં સફળ રહ્યો. આ છગ્ગાની સાથે રાહુલ તેવતિયાએ યુનિવર્સલ બૉસ ક્રિસ ગેલના રેકોર્ડની બરાબરી કરી લીધી. અગાઉ ક્રિસ ગેલે 2012માં પુણે વોરિયર્સ વિરુદ્ધ રાહુલ શર્માની એક ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે તેવતિયા આઈપીએલમાં કોઈ એક ઓવરમાં 5 છગ્ગા લગાવનાર પહેલા ભારતીય બેટ્સમેન બની ગયા.

સહેવાગ બોલ્યા- માતા આવી ગઈ
સોશિયલ મીડિયા પર તેવતિયાના પ્રદર્શનના જોરદાર વખાણ થઈ રહ્યાં છે. આ દરમ્યાન વીરેન્દ્ર સહેવાગે મજેદાર ટ્વીટ કરતાં તેવતિયાના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું, 'तेवतिया में माता आ गई। क्या मोचन है। ऐसा क्रिकेट है और ऐसा जीवन है, मिनटों में बदल जाता है।'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
