Vaibhav suryavanshi ipl debut : વૈભવ સુર્યવંશીના ફેન બન્યા ગુગલના સીઈઓ
Vaibhav suryavanshi ipl debut : IPL 2025માં 14 વર્ષના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ડેબ્યુ કરતાની સાથે જ ઈતિહાસ રચ્યો છે.
રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે ડેબ્યૂ કરનાર વૈભવે પોતાની પ્રથમ જ બોલ પર સિક્સર ફટકારીને ક્રિકેટ જગતમાં હંગામો મચાવી દીધો છે.

આ યુવા ખેલાડીએ માત્ર 20 બોલમાં 34 રનની ઝડપી ઇનિંગ રમી, જેમાં ત્રણ છગ્ગા અને બે ચોક્કા સામેલ હતા. આ પ્રદર્શનથી ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ તેના ફેન બન્યા છે સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરતી એક ખાસ પોસ્ટ શેર કરી.
સુંદર પિચાઈએ X પર લખ્યું કે, આઠમા ધોરણના વિદ્યાર્થીને IPLમાં રમતો જોવા માટે સવારે ઉઠ્યો, કેવું અદ્ભુત ડેબ્યૂ! આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે વૈભવની બેટિંગે વિશ્વભરના ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
વૈભવે યશસ્વી જયસ્વાલ સાથે મળીને 85 રનની ઓપનિંગ ભાગીદારી કરી, જેનાથી રાજસ્થાનની ટીમ 181 રનના લક્ષ્યનો પીછો કરવા માટે મજબૂત શરૂઆત કરી શકી. જો કે, LSGના બોલર અવેશ ખાનની શાનદાર અંતિમ ઓવરના કારણે રાજસ્થાન માત્ર 2 રનથી મેચ હારી ગયું.
વૈભવ સૂર્યવંશીની આ પ્રભાવશાળી શરૂઆતે તેને IPLનો સૌથી યુવા ડેબ્યૂટન્ટ બનાવ્યો છે. તેણે માત્ર 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી, જે પ્રયાસ રે બર્મનના 16 વર્ષના રેકોર્ડને તોડી નાખ્યો.
વૈભવની ઇનિંગ દરમિયાન તેણે શાર્દુલ ઠાકુર જેવા અનુભવી બોલર સામે નીડર બેટિંગ કરી. તેની આ પ્રતિભાને જોતા ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ તેને ભવિષ્યનો સ્ટાર ગણાવ્યો છે.
રાજસ્થાન રોયલ્સે વૈભવને IPL 2025ના મેગા ઓક્શનમાં 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ટીમના કોચ રાહુલ દ્રવિડે ઓક્શન પહેલા જ વૈભવની પ્રતિભાની પ્રશંસા કરી હતી.
Woke up to watch an 8th grader play in the IPL!!!! What a debut! https://t.co/KMR7TfnVmL
— Sundar Pichai (@sundarpichai) April 19, 2025
બિહારના સમસ્તીપુરનો આ યુવા ખેલાડી અગાઉ 12 વર્ષની ઉંમરે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. તેની આ સિદ્ધિઓ તેને ભારતીય ક્રિકેટનું ઉભરતું નામ બનાવે છે. વૈભવનું આ પ્રદર્શન ન માત્ર તેની ટીમ માટે પરંતુ સમગ્ર ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
