Today's IPL 2023 Match: આજે આઈપીએલમાં કોની-કોની વચ્ચે મેચ છે - SRH vs GT

Today's IPL 2023 Match SRH vs GT: આઈપીએલની 62મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રસપ્રદ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સને હવે પ્લેઑફ સ્થાન મેળવવા માટે માત્ર એક જીતની જરૂર છે.

હાલમાં ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલ ટોપર છે. સનરાઇઝર્સ હૈદરાબાદે 11 મેચમાંથી માત્ર ચાર જીત મેળવી છે અને તે લગભગ હવે પ્લેઑફમાંથી બહાર છે. રાશિદ ખાને મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત માટે બોલ અને બેટ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

IPL 2023

મુંબઈ ઈન્ડિયન્સના તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવની જ્વલંત ઇનિંગ્સ સામે તમામ બોલરો ક્ષીણ થઈ ગયા હોવાથી અન્ય કોઈ બોલર ટીમ માટે વધુ ફાળો આપી શક્યો ન હતો. સનરાઇઝર્સ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની હાર બાદ અન્ય ટીમોની દયા પર નિર્ભર છે.

લખનઉ સુપર જાયન્સટ્સ સામે તેઓ છેલ્લી છ ઓવરમાં 80 રનનો બચાવ કરી શક્યા ન હતા અને નિકોલસ પૂરને શાનદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

IPLમાં આજે કોની મેચ

IPL 2023માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સોમવારે સાંજે 7.30 કલાકે રમાશે. આ મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.

ગુજરાત ટાઇટન્સની ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શના નલકંડે, જયંત યાદવ, આર. સાઈ કિશોર, નૂર અહેમદ, દાસુન શનાકા (રિપ્લેસમેન્ટ), ઓડિયન સ્મિથ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વીલ પટેલ, જોશુઆ લિટલ, મોહિત શર્મા.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ

અભિષેક શર્મા, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેરી બ્રુક, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, માર્કો જાનસેન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, કાર્તિક ત્યાગી, ટી નટરાજન, ગ્લેન ફિલિપ્સ, વિવરાંત શર્મા, નિતીશ રેડ્ડી, સનવીર સિંહ, ઉમરાન મલિક, ફઝલહક ફારૂકી, આદિલ રશીદ, અકીલ હોસિન, સમર્થ વ્યાસ, અનમોલપ્રીત સિંહ, મયંક ડાગર, ઉપેન્દ્ર યાદવ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X