કોહલીના કરિયર માટે આજે વિરાટ દિવસ, તોડી શકે છે આ મહાન બેટ્સમેનનો વર્લ્ડ રેકોર્ડ!
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી 3 જાન્યુઆરી, સોમવારના રોજ જોહાનિસબર્ગના વાન્ડરર્સ મેદાનમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં બેટિંગ કરવા ઉતરશે, ત્યારે તે તેની કારકિર્દી માટે એક મોટો દિવસ હશે.
નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી 3 જાન્યુઆરી, સોમવારના રોજ જોહાનિસબર્ગના વાન્ડરર્સ મેદાનમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં બેટિંગ કરવા ઉતરશે, ત્યારે તે તેની કારકિર્દી માટે એક મોટો દિવસ હશે. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મહાન બેટ્સમેનનો રેકોર્ડ તોડી નાખશે.

કોહલી આ મહાન બેટ્સમેનનો વર્લ્ડ રેકોર્ડ તોડશે
વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકારતાની સાથે જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન રિકી પોન્ટિંગનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી દરમિયાન જોહાનિસબર્ગના વાન્ડરર્સ મેદાન પર રમાશે. જો ભારત બીજી ટેસ્ટ મેચ પણજીતી લેશે તો દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચશે.
ઉલ્લેખનીય છે કે, 29 વર્ષના ઈતિહાસમાં ભારત ક્યારેય દક્ષિણ આફ્રિકા સામે દક્ષિણઆફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી.

કોહલી ઇતિહાસ રચશે
જો 33 વર્ષીય વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં સદી ફટકારવામાં સફળ રહેશે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 42 સદી ફટકારનારકેપ્ટન બની જશે.
આ સાથે તે રિકી પોન્ટિંગને પાછળ છોડી દેશે, જેમના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 41 સદી છે. કોહલી પાસે હાલમાં ટેસ્ટ, ODI અનેT20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે કુલ 41 સદી છે અને તે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગની બરાબરી પર છે.

એક કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
1. વિરાટ કોહલી - 41 સદી / રિકી પોન્ટિંગ - 41 સદી
2. ગ્રીમ સ્મિથ - 33 સદી
3. સ્ટીવ સ્મિથ - 20 સદી
4. માઈકલ ક્લાર્ક - 19 સદી

અત્યાર સુધી કોહલીના નામે 70 સદી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીઓની વાત કરીએ તો વિરાટ કોહલીના નામે 70 સદી છે. પોન્ટિંગ (71) અને સચિન તેંડુલકર(100) વિરાટ કોહલીથી આગળ છે.
વર્ષ 2019 થી અત્યાર સુધી વિરાટ કોહલીના બેટમાંથી એક પણ સદી નથી નીકળી, પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી સદી
ફટકારવા માટે બેતાબ રહેશે. જો કોહલી જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં સદી ફટકારશે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રિકી પોન્ટિંગના 71 સદીના રેકોર્ડની બરાબરી કરશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
1. સચિન તેંડુલકર - 100 સદી
2. રિકી પોન્ટિંગ - 71 સદી
3. વિરાટ કોહલી - 70 સદી
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
