ICC World Cup 2023: આ પાંચ ખેલાડીઓએ બનાવ્યો છે વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર, બે ખેલાડીએ ફટકારી બેવડી સદી
ODI Cricket World Cup 2023: વર્તમાન સમયમાં ભારતમાં રમાઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા છે. આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે બીજી વોર્મઅપ મેચ રમાશે.
ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં ટોપ સ્કોર વિશે વાત કરીએ, તો પ્રથમ પાંચની યાદીમાં માત્ર એક ભારતીય ખેલાડીનું નામ સામેલ છે. જ્યારે આ લિસ્ટમાં હાજર ટોપ 5માંથી માત્ર બે જ બેવડી સદી ફટકારી શક્યા છે. આ અહેવાલ ટોપ-5 વિશે જાણીશું.

માર્ટિન ગુપ્ટિલ - ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ એવા બેટ્સમેન છે, જેણે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટી ઈનિંગ્સ રમી છે. તેણે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 237 રનની અણનમ ઈનિંગ રમી હતી.
ક્રિસ ગેલ - આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનું નામ બીજા સ્થાને છે. ગેલે વર્લ્ડ કપ 2015માં ઝિમ્બાબ્વે સામે 215 રનની ઇનિંગ રમી હતી. આ ટૂર્નામેન્ટમાં ગેલ અને ગુપ્ટિલ એકમાત્ર એવા ખેલાડી છે, જેમણે બેવડી સદી ફટકારી છે.
ગેરી ક્રિસ્ટન - દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ગેરી ક્રિસ્ટનનું નામ ત્રીજા નંબર પર છે. તેણે 1996 વર્લ્ડ કપમાં UAE સામે 188 રનની અણનમ ઇનિંગ રમી હતી.
સૌરવ ગાંગુલી - ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ ચોથા સ્થાને છે, અને તે ટોપ 5માં એકમાત્ર ભારતીય છે. તેણે 1999ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 183 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
સર વિવિયન રિચર્ડ્સ - વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ અને મહાન સર વિવિયન રિચર્ડ્સનું નામ પાંચમા સ્થાને છે. તેણે 1987ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 181 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
