ભારતની બે ટીમો એકસાથે રમશે, BCCIએ લીધો નિર્ણય, ઇમ્પેક્ટ પ્લેયર નિયમ પણ લાગુ
BCCIની 19મી એપેક્સ કાઉન્સિલની બેઠક શુક્રવારે પૂરી થઈ. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ભારતીય ટીમને એશિયન ગેમ્સમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુરુષ અને મહિલા બંને વિભાગમાં ટીમ ઈન્ડિયાને ચીનના હાંગઝોઉમાં યોજાનારી ઈએ ગેમ્સમાં મોકલવામાં આવશે.
ભારતીય બોર્ડે વિવિધ બાબતો પર ઘણા મોટા નિર્ણયો લીધા છે. આ પૈકી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઈમ્પેક્ટ પ્લેયરને સામેલ કરવાનો મહત્વનો નિર્ણય છે. આ ઉપરાંત વિદેશી લીગમાં રમનારા ભારતીય ખેલાડીઓ અંગે પણ નીતિ નક્કી કરવામાં આવશે.

ભારતીય ખેલાડીઓ વિદેશમાં T20 ટૂર્નામેન્ટ રમે તે માટે નીતિ બનાવવામાં આવશે. તેમાં નિવૃત્ત ખેલાડીઓ માટે પણ પોલિસી હશે.
સપ્ટેમ્બરમાં હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સમાં પુરૂષ અને મહિલા ટીમો મોકલવામાં આવશે. વર્લ્ડ કપ સાથે એશિયા કપના શેડ્યૂલના ઓવરલેપને કારણે ત્યાં બીજી ટીમ મોકલવામાં આવશે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઈમ્પેક્ટ પ્લેયર લાગુ કરવામાં આવશે ટીમોએ ટોસ પહેલા 4 સબસ્ટિટ્યુટ સાથે પ્લેઈંગ 11 જાહેર કરવાની રહેશે. ઈમ્પેક્ટ પ્લેયરને મેચમાં કોઈપણ સમયે રમાડી શકાય છે. ગત સિઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઇમ્પેક્ટ પ્લેયર હતો પરંતુ તેને 14 ઓવર પહેલા લાવી શકાતો ન હતો.
બેટ અને બોલ વચ્ચેની સ્પર્ધાને સંતુલિત કરવા માટે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઓવર દીઠ બે બાઉન્સરનો નિયમ લાગુ કરવામાં આવશે.
સ્ટેડિયમને બે તબક્કામાં અપગ્રેડ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, ICC વર્લ્ડ કપ 2023 માટેના સ્થળોને અપગ્રેડ કરવામાં આવશે. ટુર્નામેન્ટ પહેલા તેનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. આ પછી અન્ય સ્ટેડિયમોને અપગ્રેડ કરવામાં આવશે.
નોંધપાત્ર વાત એ છે કે આ વર્ષે ODI વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. આ માટે દસ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. ODI વર્લ્ડ કપની મેચો મુંબઈ, બેંગ્લોર, પુણે, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ, કોલકાતા, દિલ્હી, ધર્મશાલા અને લખનૌમાં રમાશે. બોર્ડનું સમગ્ર ધ્યાન હાલમાં આ મેગા ઈવેન્ટ તરફ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
