ટીમ ઈન્ડિયાના આ 3 ઓપનર જેમને ક્યારેય ટેસ્ટ સદી નથી ફટકારી, યાદીમાં ચોંકાવનારા નામ
ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં એક કરતા વધુ ધમાકેદાર ઓપનિંગ બેટ્સમેન રહ્યા છે, જેમણે રન અને સદી ફટકારી છે, પરંતુ શું તમે જાણો છો કે, કેટલાક એવા કમનસીબ ઓપનર છે. જેઓ પોતાની કારકિર્દીમાં કોઈપણ સમયે ટેસ્ટ સદી ફટકારી શક્યા છે.
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં એક કરતા વધુ ધમાકેદાર ઓપનિંગ બેટ્સમેન રહ્યા છે, જેમણે રન અને સદી ફટકારી છે, પરંતુ શું તમે જાણો છો કે, કેટલાક એવા કમનસીબ ઓપનર છે. જેઓ પોતાની કારકિર્દીમાં કોઈપણ સમયે ટેસ્ટ સદી ફટકારી શક્યા છે. આ લિસ્ટમાં ઘણા ચોંકાવનારા નામ શામેલ છે. ચાલો ટોચના 3 ઓપનિંગ બેટ્સમેન્સમાંના કેટલાક પર એક નજર કરીએ :

1. અભિનવ મુકુંદ
અભિનવ મુકુંદે વર્ષ 2011માં ઓપનર તરીકે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યા બાદ અભિનવ મુકુંદને ભારતીય ટીમ માટેટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. જો કે, અભિનવ મુકુંદ તેની કારકિર્દીમાં બહુ સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. અભિનવ મુકુંદે ભારતીય ટીમ માટે માત્ર 7 ટેસ્ટ મેચ રમી છે,
જેમાં તેણે 320 રન બનાવ્યા છે અને એકપણ સદી ફટકારી નથી. ઉલ્લેખનીય છે કે, તે ક્યારેય ODI અને T20 ટીમમાં પણ જગ્યા બનાવી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં
ઓપનર તરીકે તક મળ્યા બાદ તેણે કોઈ ફાયદો ઉઠાવ્યો ન હતો. ટેસ્ટ મેચમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 81 રન છે. આ જ કારણ છે કે, મુકુંદ ક્યારેય સિલેક્ટર્સને આકર્ષી શક્યો
નથી. જેના કારણે તેને ટીમ છોડવી પડી હતી.

2. આકાશ ચોપરા
આકાશ ચોપરા પણ ઓપનર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ક્યારેય એક પણ સદી ફટકારી શક્યો ન હતો. 2003માં ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ કરનાર આકાશ ચોપરાઓપનર તરીકે સદી ફટકારી શક્યો ન હતો.
આકાશ ચોપરાએ ભારતીય ટીમ માટે માત્ર એક વર્ષ ટેસ્ટ ક્રિકેટ રમી હતી, જેમાં તેણે 10 મેચમાં 437 રન બનાવ્યા હતા,પરંતુ તે એક પણ સદી ફટકારી શક્યો ન હતો. આકાશ ચોપરાએ ટેસ્ટ મેચમાં બે અડધી સદી ફટકારી છે.
ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 60 રન છે. ખરાબ પ્રદર્શનના કારણેઆકાશ ચોપરાને ભારતીય ટીમમાંથી બહાર થવું પડ્યું હતું, જેના કારણે તેની કારકિર્દી પણ ખતમ થઈ ગઈ હતી.

3. અજય જાડેજા
અજય જાડેજા પણ એવા કેટલાક ક્રિકેટર્સમાંનો એક હતો, જેણે ઓપનર તરીકે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ક્યારેય સદી ફટકારી ન હતી. જો કે, તેણે વનડેમાં 6 સદી ફટકારીછે.
અજય જાડેજાએ 1992માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તેની સમગ્ર ટેસ્ટ કારકિર્દીમાં 15 ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ તે એક પણ ટેસ્ટ સદી ફટકારવામાંનિષ્ફળ ગયો હતો.
અજય જાડેજા સદીની નજીક પહોંચી ગયો હતો, પરંતુ તે પૂર્ણ કરી શક્યો ન હતો. અજય જાડેજાનો ટેસ્ટ કરિયરનો સર્વોચ્ચ સ્કોર 96 રન છે. અજયજાડેજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 4 અડધી સદી ફટકારીને 576 રન બનાવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
