INDvSA: પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનની ઘોષણા કરી, જાણો કોણ કોણ રમશે

INDvSA: પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનની ઘોષણા કરી, જાણો કોણ કોણ રમશે

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ પહેલા મેચ માટે ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનનું એલાન થઈ ગયું છે. આની સાથે જ નક્કી થઈ ગયું છે કે ટીમ મેનેજમેન્ટ હજુ પણ ટેસ્ટમાં રિદ્ધિમાન સહાને બેસ્ટ માને છે જ્યારે રિષભ પંતને હજુ પણ અભ્યાસ કરવાની જરૂરત છે. પહેલી મેચ 2 ઓક્ટોબરે વિશાખાપટ્ટનમમાં રમાશે, જેમાં કપ્તાની વિરાટ કોહલીના હાથમાં હશે જ્યારે ઉપ-કપ્તાન અજિંક્ય રહાણે રહેશે.

ind vs sa

ટીમ મેનેજમેન્ટ દ્વારા નવા પ્રયોગ અંતર્ગત રોહિત શર્માને મયંક અગ્રવાલ સાથે સલામી બેટ્સમેનની જવાબદારી આપવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝમાં સારું પ્રદર્શન કર્યા બાદ મધ્યમ ક્રમમાં કોઈ બદાવ મુશ્કેલ હતો અને તે જ થયું. કેપ્ટન કોહલી અને ઉપ કેપ્ટન રહાણેની સાથે પુજારા અને હનુમા વિહારી મધ્યમક્રમનો ભાર સંભાળશે. સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહેલ ઋષભ પંતને પહેલી ટેસ્ટમાં જગ્યા ન મળી અને તેમની જગ્યાએ રિદ્ધિમાન સહાને અવસર આપવામાં આવ્યો છે.

બેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની જગ્યા યથાવત છે. બુમરાહની ગેરહાજરી અને સ્પિન પિચને જોતા ીમે ટેસ્ટમાં ઘરેલૂ મેદાન પર સફળ બોલર રવિચન્દ્રન અશ્વિનને મોકો આપ્યો છે. ઉપરાંત ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી પોતાની પેસથી ટીમને ધાર આપશે.

હાલના સમયમાં ભારતીય ટીમ જીતની પટરી પર ચાલી રહી છે. હાલમાં જ તેમણે વિંડીઝ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચની સીરિઝ પર સહેલાઈથી બાજી મારી લીધી હતી. જ્યારે પાછલી 15 ટેસ્ટ સીરિઝમાં ભારતે માત્ર 2 સીરિઝ જ ગુમાવી છે. એક 2017માં સાઉથ આફ્રિકામાં ગુમાવી હતી અને બીજી 201માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગુમાવી હતી. આ આંકડાઓને જોતાં સ્પષ્ટ થાય છે કે ભારતીય ટીમને હરાવવી સાઉથ આફ્રિકન ટીમ માટે સહેલું નહિ હોય. રોહિત શર્મા ઓપનિંગ કરતા જોવા મળશે, જેમને રોકવા આફ્રિકન બોલર્સ માટે પણ મોટો પડકાર રહેશે. જ્યારે કોહલી બેસ્ટ ઈનિંગ ટેસ્ટ રેંકિંગની નંબર 1 ખુરશી તરફ ડગલાં વધારવા માંગશે.

પ્લેઈંગ ઈલેવન
વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેલેશ્વર પુજારા, હનુમા વિહારી, આર અશ્વિન, આર જાડેજા, રિદ્ધિમાન સહા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X