ICC Test Ranking : માત્ર અઢી કલાક માટે ટીમ ઇન્ડિયા બની નંબર વન, જાણો કારણ
ICC Test Ranking : આજે એક જ દિવસમાં ત્રણવાર આઇસીસીનું ટેસ્ટ રેકિંગ બદલાયું હતું . જેમાં અઢી કલાક માટે ભારત નંબર વન રહ્યું હતું. આજે સવારે આઠ કલાકે જાહેર કરાયેલા રેકિંગમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે હતું.
ICC Test Ranking : ટીમ ઇન્ડિયા માટે આજનો દિવસ સારો રહ્યો ન હતો. એક બાજુ શ્રેયસ અય્યરને ઇજાને કારણે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી વનડે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. તો બીજી તરફ આઇસીસીએ ભારતને ટેસ્ટ રેકિંગમાં નંબર વન જાહેર કર્યાના અઢી કલાક બાદ આ તાજ છીનવી લીધો હતો.

ભારતીય ક્રિકેટ ચાહકોમાં નિરાશા
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 17 જાન્યુઆરીનીબપોરે 1.30 કલાકે ટેસ્ટ ટીમની તાજેતરની રેન્કિંગ બહાર પાડતી વખતે ટીમઈન્ડિયાને ટેસ્ટમાં નંબર-1 જાહેર કરી હતી. જે બાદ આઈસીસી દ્વારા સાંજે 4 કલાકે ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે.
આલેટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ ફરી એકવાર 3,668 પોઈન્ટ અને 126 રેટિંગ સાથે નંબર વન બની ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા3,690 પોઈન્ટ અને 115 રેટિંગ સાથે બીજા નંબર પર આવી ગઈ છે.

એક જ દિવસમાં ત્રીજી વખત બદલાયું રેન્કિંગ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 17 જાન્યુઆરીની સવારે 8 કલાકે ટેસ્ટ ટીમની રેન્કિંગ જાહેર હતી, આ રેન્કિંગમાં પણઓસ્ટ્રેલિયાની ટીમ નંબર વન પર હતી, પરંતુ બપોરે 1.30 કલાકે ICCએ ફરીથી રેન્કિંગ જાહેર કરીને ટીમ ઇન્ડિયાને 3,690 પોઈન્ટ્સ અને115 રેટિંગ સાથે નંબર વન કહેવામાં આવ્યું હતું.
આ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 3,231 પોઈન્ટ અને 111 રેટિંગ સાથે બીજા ક્રમે આવી હતી,જે બાદ 4 કલાકે ફરી એકવાર રેન્કિંગમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

ન્યુઝીલેન્ડની ટીમને પણ નીચે સરકી
આઇસીસીની તાજેતરની ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પણ ન્યૂઝીલેન્ડની ટીમની રેકિંગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમ હવે ચોથાસ્થાનને બદલે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે.
આવા સમયે દક્ષિણ આફ્રિકાની ટીમ હવે 5,017 પોઈન્ટ અને 107 રેટિંગ સાથે ચોથા નંબર પરઆવી ગઈ છે. સતત સીરિઝ હારવાને કારણે પાકિસ્તાનની ટીમ હાલ આ રેન્કિંગમાં છઠ્ઠા નંબર પર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
