15,000 હજાર રન બનાવનાર ખેલાડીને ચાલુ મેચમાં આવ્યો હાર્ટએટેક, ફિલ્ડિંગ દરમિયાન દુખાવો ઉપડ્યો અને પછી?
રમતગમતના મેદાનમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, જે ખેલાડીઓના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. ખેલાડીઓ પોતાને સંપૂર્ણપણે ફિટ રાખવા માટે સખત મહેનત કરે છે અને તેમના આહારનું પણ ખાસ ધ્યાન રાખે છે. તાજેતરમાં, બાંગ્લાદેશના એક પ્રખ્યાત ખેલાડીને હૃદયરોગનો હુમલો આવ્યો.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ ઓપનર તમીમ ઇકબાલને મેચ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો હતો. આ ઘટના સોમવારે ઢાકા પ્રીમિયર લીગ મેચ દરમિયાન બની હતી.
36 વર્ષીય ઇકબાલ ઢાકા પ્રીમિયર લીગમાં મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની તપાસ કરવામાં આવી.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના મુખ્ય ચિકિત્સકના જણાવ્યા અનુસાર, તમીમ ઇકબાલે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. હોસ્પિટલમાં તેમનો ECG કરવામાં આવ્યો, જેમાં કંઈક સમસ્યા જણાય આવી. જોકે, હૃદયની ચોક્કસ સ્થિતિ જાણી શકાઈ નથી.
શરૂઆતના રક્ત પરીક્ષણ પછી, તમીમ અસ્વસ્થતા અનુભવતો હતો અને ઢાકા પાછા ફરવા માંગતો હતો. મેદાનમાં પાછા ફર્યા પછી, તેમને ફરીથી છાતીમાં દુખાવો થયો અને એમ્બ્યુલન્સ દ્વારા ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ખબર પડી કે તેમને હૃદયરોગનો મોટો હુમલો આવ્યો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તમીમ ઇકબાલની બ્લોક થયેલી ધમનીઓ ખોલવા માટે સ્ટેન્ટ નાખવામાં આવશે. સંપૂર્ણ સ્વસ્થ થયા પછી જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તમીમ ઇકબાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાંગ્લાદેશ માટે અનોખું યોગદાન આપ્યું છે.
પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, તમીમ ઇકબાલે બાંગ્લાદેશ માટે 70 ટેસ્ટ મેચોમાં 5134 રન બનાવ્યા, જેમાં 10 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમણે 243 વનડેમાં 8357 રન બનાવ્યા, જેમાં 14 સદી અને 56 અડધી સદીનો સમાવેશ થાય છે. ટી20 ક્રિકેટમાં તેણે 78 મેચોમાં 1758 રન બનાવ્યા. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં કુલ ૧૫,૦૦૦ થી વધુ રન બનાવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
