T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માટે આ ટીમો સીધી ક્વોલિફાય થશે, જાણો ભારતની સ્થિતી
T20 World Cup : અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા વર્લ્ડ કપ પર ભારતે કબ્જો કર્યો છે. હવે આવનારો વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં રમાવા જઈ રહ્યો છે ત્યારે ક્વોલિફિકેશનની જાહેરાત થઈ ગઈ છે.
T20 વર્લ્ડ કપની આગામી સિઝ 2026માં ભારત અને શ્રીલંકાને ICC મેન્સ T20 વર્લ્ડ કપની યજમાની કરવાની તક મળી છે. 2026 T20 વર્લ્ડ કપ માટે ઘણી ટીમોને સીધી એન્ટ્રી મળી છે.

ICC અનુસાર, 2026માં પણ માત્ર 55 મેચોની આ ટૂર્નામેન્ટ રમાશે. આમાં પણ 20 ટીમો ભાગ લેશે અને દરેક 5 ટીમોના ચાર ગ્રૂપ હશે. આ પછી સુપર-8, સેમિફાઇનલ અને ફાઇનલ યોજાશે. ટૂર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં રમાશે તે સ્થિતીમાં ઘરની સ્થિતિનો લાભ બન્ને ટીમોને મળ્યો છે.
યજમાન તરીકે શ્રીલંકા અને ભારત 2026 માટે પ્રથમ બે સ્થાનો ધરાવે છે. આ પછી આગામી 10 સ્થનો 2024 સિઝનમાં સુપર-8 ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. 30 જૂન ICC પુરુષોની T20I ટીમ રેન્કિંગની કટ-ઓફ તારીખ હતી.
પ્રથમ રાઉન્ડમાં મજબૂત રમત અને સુપર-8માં પ્રવેશને કારણે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ 2026 T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયા છે.
આ ઉપરાંત અમેરિકાએ પણ 2026 માટે મોકો મળ્યો છે. તેણે પહેલા રાઉન્ડમાં જ પાકિસ્તાનને હરાવીને સુપર-8માં જગ્યા બનાવી હતી.
સુપર-8માં હારવા છત્તા પાકિસ્તાનની ટીમે ન્યુઝીલેન્ડ (6ઠ્ઠું) અને આયર્લેન્ડ (11મું) સાથે તેના T20I રેન્કિંગ (7મા)ને કારણે આગામી સિઝન માટે તેનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે.
2026 માટેની અંતિમ આઠ ટીમો પ્રાદેશિક ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે, જે 2024ની ક્વોલિફાઈંગ જેવી જ હશે.
આફ્રિકા, એશિયા અને યુરોપ માટે બે ક્વોલિફિકેશન સ્પોટ છે, જ્યારે અમેરિકા અને પૂર્વ એશિયા પેસિફિક ક્ષેત્ર માટે એક-એક સ્પોટ છે.
ભારત અને શ્રીલંકા દ્વારા યોજાનાર 2026 T20 વર્લ્ડ કપની 10મી સિઝન હશે. અત્યાર સુધી રમાયેલી 9 આવૃત્તિઓમાં ભારત, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝે બે વખત ટ્રોફી જીતી છે જ્યારે પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાએ એક-એક વખત ટ્રોફી જીતી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
