T20 World Cup : એ ખેલાડીઓ જે લાયક હોવા છત્તા વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન મળ્યુ
આવનારા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબે જેવા ખેલાડીઓની લોટરી લાગી છે પરંતુ કેટલાક ખેલાડીઓના સપના તુટ્યા છે.
આપણે જે ખેલાડીઓની વાત કરી રહ્યા છીએ કે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. અપેક્ષા હતી કે તેમને ચોક્કસ વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મળશે.

કેએલ રાહુલ
આ લિસ્ટમાં પહેલુ નામ કેએલ રાહુલનું છે. કેએલ રાહુલની ટી20 કારકિર્દી શાનદાર રહી છે. આ સિવાય તે IPL 2024માં સતત રન બનાવી રહ્યો છે, પરંતુ તેમ છતાં તેને નિરાશ થવું પડ્યું. આ સિઝનમાં અત્યાર સુધી કેએલ રાહુલે 9 મેચમાં 42ની એવરેજથી 378 રન બનાવ્યા છે. કેએલ રાહુલ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સાતમા સ્થાને છે.
શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યરને T20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી નથી. IPLની આ સિઝનમાં શ્રેયસ અય્યરનું પ્રદર્શન સારું રહ્યું છે. આ બેટ્સમેનની ટી20 કારકિર્દી શાનદાર રહી છે પરંતુ તે T20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી.
ઈશાન કિશન
યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નથી. હાલમાં જ ઇશાન કિશનને બીસીસીઆઇના વાર્ષિક કરારમાંથી બહાર કરાયો હતો. હવે આ વિકેટકીપર બેટ્સમેનને બેવડો ઝટકો લાગ્યો છે. ઈશાન કિશન આઈપીએલની આ સિઝનમાં સતત પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે.
શુભમન ગિલ
Iગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ પણ T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો. જો કે તેને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો શુભમન ગિલને તક મળી શકે છે.
રિંકુ સિંહ
IPLમાં રિંકુ સિંહે સતત 5 બોલમાં 5 સિક્સર ફટકારીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ પછી રિંકુ સિંહને ટીમ ઈન્ડિયામાં તક મળી હતી. ભારત માટે આ યુવા બેટ્સમેને 15 T20 મેચમાં 176ના તોફાની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 356 રન બનાવ્યા, પરંતુ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં તેને સ્થાન મળ્યું નથી.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
