T20 World Cup 2026 Schedule : T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર
ભારત અને શ્રીલંકા દ્વારા આવતા વર્ષે સંયુક્ત રીતે આયોજિત થનારા T20 વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ ફેબ્રુઆરીમાં શરૂ થશે અને માર્ચ સુધી ચાલશે. નોંધનીય છે કે ભારતીય ટીમે 2024માં આ ઇવેન્ટ જીતી હતી, જેથી તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે.

આ વર્લ્ડ કપની સૌથી વધુ રાહ જોવાતી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલો ભારતમાં નહીં પરંતુ શ્રીલંકામાં યોજાશે. આ વખતે કુલ 20 ટીમો ભાગ લેશે, જે ઇતિહાસમાં બીજી વખત હશે જ્યારે આટલી મોટી સંખ્યામાં ટીમો T20 વર્લ્ડ કપમાં સ્પર્ધા કરશે.
ટૂર્નામેન્ટનો પ્રારંભ 7 ફેબ્રુઆરીથી થશે અને તે 8 માર્ચ સુધી ચાલશે. મુંબઈમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં આ વર્લ્ડ કપના શેડ્યૂલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હરમનપ્રીત કૌર સહિતના જાણીતા ક્રિકેટરો હાજર રહ્યા હતા.
આ વખતે ઇટાલીની ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપમાં ભાગ લેશે. કુલ 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને પાકિસ્તાન, નામિબિયા, નેધરલેન્ડ્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે એક જ ગ્રુપમાં સ્થાન મળ્યું છે.
મેચો કુલ 8 સ્થળોએ રમાશે. ભારતમાં દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ, અમદાવાદ અને કોલકાતાનો સમાવેશ થાય છે. શ્રીલંકામાં કોલંબોના આર પ્રેમદાસા અને સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ ઉપરાંત કેન્ડી ત્રીજું યજમાન સ્થળ બનશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માને આ ઇવેન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
