T20 World Cup 2026માં આ 3 IPL ટીમોનો એક પણ ખેલાડી નથી, જાણો સંપૂર્ણ વિગત
T20 World Cup 2026 squad: ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજાનારા T20 વર્લ્ડ કપ 2026 માટે હવે ગણતરીના દિવસો બાકી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે આ મેગા ઇવેન્ટ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં જાહેર થયેલી આ ટીમમાં પસંદગીકારોએ કેટલાક એવા નિર્ણયો લીધા છે જેણે ફેન્સને ચોંકાવી દીધા છે.

IPLની આ 3 ટીમોના ખેલાડીઓની બાદબાકી
સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે જાહેર થયેલી 15 સભ્યોની ટીમમાં IPLની સાત ફ્રેન્ચાઈઝીના ખેલાડીઓનો સમાવેશ થયો છે, પરંતુ ત્રણ મોટી ટીમો RCB, RR અને LSG (લખનૌ સુપર જાયન્ટ્સ) નો એકપણ ખેલાડી ભારતીય ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી.
- વિરાટ કોહલી પહેલેથી જ નિવૃત્તિ જાહેર કરી ચૂક્યા છે, તેથી RCB તરફથી કોઈ મોટું નામ રેસમાં નહોતું.
- યશસ્વી જયસ્વાલ આ વખતે પોતાની જગ્યા બચાવી શક્યા નથી.
- સંજુ સેમસન જે અગાઉ રાજસ્થાન રોયલ્સ (RR) નો કેપ્ટન હતો, તે હવે CSK તરફથી રમે છે, એટલે રાજસ્થાનના ખાતામાં એકપણ ખેલાડી રહ્યો નથી.
ભારત પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક
7 ફેબ્રુઆરીથી શરૂ થનારા આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પાસે ત્રણ મોટા રેકોર્ડ બનાવવાની તક છે.
- ટાઇટલ ડિફેન્સ: ટી20 વર્લ્ડ કપનું ટાઇટલ બચાવનારી વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક.
- હોમ ગ્રાઉન્ડ પર જીત: પોતાની જ ધરતી પર વર્લ્ડ કપ જીતનારો પ્રથમ દેશ બનવાની તક.
- ત્રીજો ખિતાબ: ત્રણ વાર ટી20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવાની તક.
ટીમમાં મોટા ફેરફારો અને નવી વ્યૂહરચના
પસંદગીકારોએ આ વખતે ફોર્મને પ્રાથમિકતા આપી છે.
- ઉપ-કેપ્ટન: શુભમન ગિલને ખરાબ ફોર્મને કારણે પડતા મુકાયા છે અને તેમના સ્થાને અનુભવી અક્ષર પટેલને ફરી વાઇસ-કેપ્ટન બનાવાયા છે.
- ઓપનિંગ અને કીપિંગ: ટીમમાં અભિષેક શર્મા તરીકે આક્રમક ઓપનર છે. સંજુ સેમસન અને ઈશાન કિશનના રૂપમાં બે એવા વિકેટકીપર છે જે ઓપનિંગ પણ કરી શકે છે.
- બોલિંગ એટેક: જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરશે, જ્યારે સ્પિનમાં કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીની જોડી જોવા મળશે.
શું ઋષભ પંત અને જીતેશ શર્મા રહી ગયા બહાર?
દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી સુધી જીતેશ શર્મા ટીમમાં હતા, પરંતુ ઈશાન કિશનની વાપસીએ તેમના માટે દરવાજા બંધ કરી દીધા છે. બીજી તરફ ઋષભ પંત પણ પસંદગીની રેસમાં પાછળ રહી ગયા છે. મિડલ ઓર્ડરમાં હાર્દિક પંડ્યા અને શિવમ દુબે પર પાવર-હિટિંગની જવાબદારી રહેશે.
ભારતીય ટીમ આ વખતે નવા જોશ અને નવી રણનીતિ સાથે પોતાના ઘરેલું મેદાન પર વિશ્વ વિજેતા બનવા માટે તૈયાર છે.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
