T20 World Cup 2024 : 17 વર્ષના દુષ્કાળનો અંત, ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ
ભારતીય ટીમે આખરે 2007 બાદથી પડેલો T20 વર્લ્ડ કપનો દુષ્કાળ ખતમ કર્યો છે. શાનદાર બેટિંગ અને ત્યારબાદ બોલિંગ સાથે ભારતે વર્લ્ડ કપ પર કબ્જો કરી લીધો છે.

ભારતે વર્લ્ડકપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી પર કબ્જો કરી લીધો છે. ભારતે એક સમયે હારી ગયેલા મુકાબલામાં શાનદાર રીતે વાપસી કરી અને ટ્રોફી પર કબ્જો કરી લીધો છે.
બાર્બાડોસમાં રમાયેલા દિલધડક મુકાબલામાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવ્યુ છે. આ મેચમાં ભારત તરફથી બેટિંગમાં વિરાટ કોહલી-અક્ષર પટેલ અને બોલિંગમાં જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અર્શદિપ સિંહે રંગ રાખ્યો.
પહેલા બેટિંગ કરતા વિરાટ કોહલી અને અક્ષર પટેલે ટીમને મુશ્કેલીમાંથી ઉગારીને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મોટી ભુમિકા ભજવી. બીજી તરફ બોલિંગમાં જસપ્રીત બુમરાહે હારેલી બાજીમાં ભારતને પાછા લાવવામાં મોટી ભુમિકા ભજવી.
ભારત માટે વિરાટ કોહલીએ શાનદાર 59 બોલમાં 76 અને અક્ષર પટેલે 31 બોલમાં 47 રનની શાનદાર ઈનિંગ રમી. આ સિવાય શિવમ દુબેએ 16 બોલમાં નાની પણ મહત્વની 27 રનની ઈનિંગ રમી.
બીજી તરફ બોલિંગમાં ભારત માટે બુમરાહે રંગ રાખ્યો. શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 18 રન આપ્યા અને 2 મહત્વની વિકેટ લીધી. બીજી તરફ હાર્દિક પંડ્યાએ પણ શાનદાર અંદાજમાં સાથ આપ્યો અને 3 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ લીધી. અહીં અર્શદિપ સિંહે પણ બરાબરનું યોગદાન આપ્યુ અને 4 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
