Suryakumar Yadav Record : સુર્યકુમાર યાદવે તોડ્યો કોહલીનો રેકોર્ડ, જુઓ 6, 6, 6, 6 નો Video
Suryakumar Yadav Record : ઓસ્ટ્રેલિયા સામે બીજા વન ડે મેચમાં ભારતે શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે વનડે સિરીઝ પણ 2-0 ની લીડ સાથે ત્રણ વન ડેની સિરીઝ પણ જીતી લીધી હતી.
આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ વિસ્ફોટક સ્ટાઈલમાં બેટિંગ કરી, પહેલા શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે તોફાની સ્ટાઈલમાં બેટિંગ કરતા સદી ફટકારી હતી, તો બીજી તરફ સૂર્યકુમાર યાદવે 37 બોલમાં 72 રન બનાવીને શાનદાર ફોર્મ બતાવ્યું હતું.

સૂર્યાએ પોતાની 72 રનની ઇનિંગમાં 6 સિક્સર અને 6 ફોર ફટકારી હતી, જેના આધારે ભારતીય ટીમ 50 ઓવરમાં 399 રન બનાવવામાં સફળ રહી હતી. સૂર્યા અણનમ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 72 રનની ઈનિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. સૂર્યા ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો હતો.
આ કરીને સૂર્યાએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતા. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં 27 બોલમાં અડધી સદી ફટકારીને અજાયબી કરી બતાવ્યું હતું. આવા સમયે બીજી વનડે મેચમાં સૂર્યાએ માત્ર 24 બોલમાં ફિફ્ટી ફટકારીને બોલરોને પછાડી દીધા હતા.
એક તરફ સૂર્યાએ વિરાટનો રેકોર્ડ તોડ્યો અને બીજી તરફ, તે ODIમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો હતો. વનડેમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ અજીત અગરકરના નામે છે.
અગરકરે વર્ષ 2000માં ઝિમ્બાબ્વે સામેની મેચમાં ભારત માટે માત્ર 21 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ પછી કપિલ દેવ, સેહવાગ, રાહુલ દ્રવિડ અને યુવરાજ સિંહ વનડેમાં ભારત માટે 22 બોલમાં અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા. સૂર્યાની વનડેમાં આ બીજી અડધી સદી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વનડે મેચમાં પણ સૂર્યાએ 49 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી.
સૂર્યાએ કેમરોન ગ્રીન સામે મચાવ્યો તરખાટ - 72 રનની વિસ્ફોટક ઇનિંગ દરમિયાન સૂર્યાએ એક ઓવરમાં સતત 4 બોલમાં 4 સિક્સર ફટકારીને બોલર કેમરોન ગ્રીનને ધ્વસ્ત કર્યો હતો. ભારતીય ઇનિંગ્સની 44મી ઓવરમાં સૂર્યાએ કેમરોન ગ્રીનની ઓવર ધોઇ હતી.
44મી ઓવરના પહેલા બોલ પર સૂર્યાએ ડીપ બેકવર્ડ સ્ક્વેર તરફ સિક્સર ફટકારી. પછી તે બીજા બોલ પર લેગ સાઇડ પર સ્કૂપ શોટ ફટકારીને સિક્સર ફટકારવામાં સફળ રહ્યો. સૂર્યાએ ત્રીજા બોલ પર ઓફ સાઈડ પર સિક્સર ફટકારીને બોલરની સ્થિતિ બદલી નાખી. પછીના બોલ પર સૂર્યાએ સિક્સર ફટકારીને બોલર કેમેરોન ગ્રીનની લેન્થ બગાડી હતી.
જ્યારે સૂર્ય આવા અજાયબીઓ કરી રહ્યો હતો, ત્યારે બધા વિચારવા લાગ્યા હતા કે, શું સૂર્યા 6 બોલમાં 6 સિક્સર ફટકારી શકશે? પરંતુ આ થઈ શક્યું નહીં.
ઉલ્લેખનીય છે કે, ભારતના શ્રેયસ અય્યરને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ભારતના 399 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 28.2 ઓવરમાં 217 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાને વરસાદના કારણે સુધારેલું લક્ષ્ય મળ્યું હતું. ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રન બનાવવાના હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 99 રનથી મેચ જીતવામાં સફળ રહી હતી.
6⃣6⃣6⃣6⃣
— BCCI (@BCCI) September 24, 2023
The crowd here in Indore has been treated with Signature SKY brilliance! 💥💥#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/EpjsXzYrZN
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
