IPL 2019: અજિંક્ય રહાણે પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ, ફ્રેન્ચાઈઝીએ જણાવ્યુ કારણ
ટીમને ફરીથી જીતના પાટા પર લાવવા માટે ફ્રેન્ચાઈઝીએ મોટો નિર્ણય લઈને રહાણે પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી છે અને તેમની જગ્યાએ સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં રાજસ્થાન રૉયલ્સની હાલત ખરાબ થતી જઈ રહી છે. સ્થિતિ એવી બની ગઈ છે કે ટીમની વધુ એક હાર પ્લેઑફ માટેનો રસ્તો બંધ કરી દેશે. ટીમને ફરીથી જીતના પાટા પર લાવવા માટે ફ્રેન્ચાઈઝીએ મોટો નિર્ણય લઈને રહાણે પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી છે અને તેમની જગ્યાએ સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. સ્મિથ એક વર્ષ ક્રિકેટથી દૂર રહ્યા હતા જેના કારણે ગઈ સિઝનમાં રહાણેને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા પરંતુ એક વાર ફરીથી રાજસ્થાનની કમાન સ્મિથના હાથોમાં આવી ચૂકી છે.

જણાવવામાં આવ્યુ કારણ
રાજસ્થાન રૉયલ્સે શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ, ‘અજિંક્ય રહાણેએ ટીમને ગયા વર્ષે પ્લેઑફમાં પહોંચાડવામાં ઘણુ શાનદાર પ્રદર્શન કર્યુ. જો કે ફ્રેન્ચાઈઝીને લાગે છે કે 2019ના અભિયાનને ફરીથી પાટા પર લાવવા માટે એક નવા દ્રષ્ટિકોણની જરૂર છે.' ટીમ મેનેજમેન્ટનું કહેવુ છે કે સ્ટીવ હંમેશા રાજસ્થાનની અંદર લીડરશીપ ટીમનો હિસ્સો રહ્યા છે અને રહાણે સાઈડમાં એક મહત્વપૂર્ણ ખેલાડી બની રહેશે. એટલા માટે રૉયલ્સ આને પોઈન્ટ ટેબલમાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવા માટે બાધ્ય છે.

સ્મિથની મદદ કરશે રહાણે
રાજસ્થાન ફ્રેન્ચાઈઝીના ક્રિકેટ પ્રમુખ જુબિન બરુચાએ કહ્યુ કે રહાણે ટીમમાં રહેશે અને તે ટીમના મુખ્ય ખેલાડી છે. સ્મિથને જ્યાં જરૂર હશે ત્યાં તે એમની મદદ કરશે. રહાણેએ ટીમ માટે સારી કેપ્ટનશીપ કરી અને તેમની આગેવાનીમાં આ ટીમ ગઈ સિઝનમાં પ્લેઑફ સુધી પહોંચી હતી.

2 મેચ જ જીતી શકી છે
ટીમ સ્મિથે 2017માં રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટની ફાઈનલમાં પહોંચાડી હતી. સ્મિથ વિશે જુબિને કહ્યુ, ‘સ્ટીવ રમતના બધા રૂપોમા દુનિયાની સૌથી નવીન અને સફળ કેપ્ટનોમાંના એક છે. અમને વિશ્વાસ છે કે તે રૉયલ્સનું નેતૃત્વ કરી શકે છે. સફળતા માટે.' તમને જણાવી દઈએ કે રૉયલ્સે અત્યાર સુધી પોતાની આઠ મેચોમાંથી માત્ર બેમાં પોતાની જીત નોંધાવી છે અને જોસ બટલર, બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરના અમુક મુખ્ય ખેલાડીઓ સિવાય ટીમને બાકી મેચો રમવાની છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
