અરબાઝ ખાનની કબુલાત બાદ સામે આવી સટ્ટાબાજીની મશીન
બોલિવુડના દબંગખાન સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન મુશ્કેલીઓમાં ફસાતા જોવા મળી રહ્યા છે. અરબાઝ પર આઈપીએલ મેચોમાં સટ્ટાબાજીનો આરોપ લાગ્યો છે.
બોલિવુડના દબંગખાન સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન મુશ્કેલીઓમાં ફસાતા જોવા મળી રહ્યા છે. અરબાઝ પર આઈપીએલ મેચોમાં સટ્ટાબાજીનો આરોપ લાગ્યો છે. ઠાણે પોલિસે અરબાઝ ખાનને આઈપીએલ સટ્ટાબાજી મામલે સમન મોકલાવ્યા હતા.

કલાકો સુધી તેમની પૂછપરછ
ત્યારબાદ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાન પોતાના ભાઈ સલમાન ખાનના બૉડીગાર્ડ શેરા સાથે ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા જ્યાં કલાકો સુધી તેમની પૂછપરછ થઈ હતી. આઈપીએલ સટ્ટાબાજી મામલામાં ઠાણે ક્રાઈમ બ્રાન્ચ પહોંચેલા અરબાઝ ખાનની પૂછપરછ કરવામાં આવી. સમાચાર છે કે પૂછપરછમાં સોનુ જાલાનને ઓળખવાની કબુલાત કરી અને કહ્યુ કે તે 5 વર્ષથી સોનુ જાલાનને ઓળખે છે.

સ્પેશિયલ લાઈન હોલ્ડિંગ મશીનથી થતી હતી સટ્ટાબાજી
સટ્ટાબાજી દરમિયાન ઉપયોગમાં લેવાતી મશીન પણ સામે આવી છે. સોનુ જાલાન મેચોની સટ્ટાબાજીનું સૉફ્ટવેર ચલાવતો હતો. સ્પેશિયલ લાઈન હોલ્ડિંગ મશીનથી સોનુ જાલાન કૉલ એક્સ્ચેન્જનું કામ કરતો હતો. આઈપીએલમાં સટ્ટાબાજી મામલામાં અરબાઝ ખાને સટ્ટાબાજીમાં 2 કરોડ 75 લાખ રૂપિયા હારવાની વાત પણ કબુલી છે. બુકી સોનુ જાલાનના તાર અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા છે.

અરબાઝે કબુલ્યા જાલાન સાથેના સંબંધો
અરબાઝે આઈપીએલ મેચો દરમિયાન સટ્ટાબાજીની વાત કબુલી છે. અરબાઝે ગયા વર્ષે આઈપીએલમાં પૈસા લગાવવાની વાત સ્વીકારી અને કહ્યુ કે આ દરમિયાન તે 2.75 કરોડ રૂપિયા હારી ગયો હતો. આ કબુલનામા બાદ ફરીથી સટ્ટાબાજી અંગે નવી ચર્ચા છેડાઈ છે.

પોલિસની પકડમાં છે સોનુ જાલાન
પોલિસની પકડમાં આવેલા સોનુ જાલાને પૂછપરછમાં અરબાઝનું નામ બતાવ્યુ હતુ. તેણે જણાવ્યુ હતુ કે બોલિવુડના ઘણા સેલિબ્રિટી બેટિંગમાં અલગ-અલગ નામોથી પૈસા લગાવે છે. સોશિયલ મીડિયા પર સટ્ટાબાજ સોનુ જાલાનની સાથે અરબાઝની ઘણી તસવીરો વાયરલ થઈ રહી હતી. પોલિસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે અરબાઝની સાથે બીજા કયા સ્ટાર્સે સોનુ દ્વારા આઈપીએલ મેચોમાં બેટિંગ કરી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
