Shubman gill sara tendulkar affair : શુભમન ગિલ સારા તેંડૂલકરને ડેટ કરી રહ્યો છે? ખુદ આપી દીધો જવાબ
Shubman gill sara tendulkar affair : ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ તેની લવ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. સારા તેંડુલકર સાથેના તેના અફેરની ખુબ ચર્ચા છે.
હાલમાં જ ચેમ્પિયન ટ્રોફીમાં શાનદાર સદી ફટકારનારા શુભમન ગિલે હવે સારા તેંડુલકર સાથેના તેના અફેરને લઈને ખુદ વાત કરી છે. એક સવાલના જવાબમાં ગિલે આ મુદ્દે વાત કરી.

હાલ સોશિયલ મીડિયા પર ગિલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિોમાં ગિલને પૂછવામાં આવ્યું હતું કે, શું તે સારા તેંડૂલકર સાથે ડેટિંગ કર છે?
આ વીડિયો કેટલાક દિવસ પહેલાનો છે પરંતુ ગિલે હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પરફોર્મન્સ આપ્યાને કારણે તે ફરીથી ચર્ચામાં છે. આ સવાલના જવાબમાં ગિલે માત્ર એટલું જ કહ્યું કે, શાયદ (Maybe).
જણાવી દઈએ કે, સારા અને ગિલનું નામ લાંબા સમયથી જોડાતું આવે છે. પરંતુ આમાં કેટલી સત્યતા છે તે કોઈને ખબર નથી. સારા અને ગિલ તરફથી પણ આજ સુધીમાં તેમના સંબંધોને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
બીજી તરફ ભારતના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના ડેબ્યુ મેચમાં જ બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારી હતી. ગિલની આ સદી ચેઝિંગ દરમિયાન આવી છે.
शुभमन गिल सारा का "सारा" है यही लग रहा 🤣 pic.twitter.com/MemagDtSKZ
— Anshika Singh Yadav (@Anshika_in) February 25, 2025
દુબઈમાં રમાયેલા આ મેચમાં ગિલે નોટ આઉટ 101 રનની ઈનિંગ રમી અને ટીમને જીત સુધી પહોંચાડી. તેણે આ ઈનિંગમાં 9 ચોગ્ગા અને 2 છક્કા ફટકાર્યા.
આ સિવાય ગિલે પાકિસ્તાન સામે મેચમાં પણ શાનદાર પરફોર્મન્સ કર્યુ છે. આમાં તેણે વિરાટ કોહલી સાથે 69 રનની ભાગીદારી કરી. ગિલ આખા ટુર્નામેન્ટમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
