Shubman Gill Record : ટેસ્ટ સિરીઝ વચ્ચે શુભમન ગિલે બનાવ્યો રેકોર્ડ
Shubman Gill Record : શુભમન ગિલને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સીરિઝ માટે એક સારા સમાચાર મળ્યા છે. શુભમન ગિલ પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.
Shubman Gill Record : ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ તરફથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે એક મોટી ખુશખબર સામે આવી છે. શુભમન ગિલને પહેલી વાર આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ પસંદ કરવામાં આવ્યો છે. આઇસીસીએ મહોમ્મદ સિરાઝ અને ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવેને પછાડીને એવોર્ડ પોતાના કામ કર્યો છે.

પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી
શુભમન ગિલ પ્રથમ વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ થયો હતો અને તે પહેલા જ પ્રયાસમાં એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો. શુભમન ગિલે ગયા મહિને સફેદ બોલના બંને ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
શુભમન ગિલ ગયા મહિને જ મુંબઈમાં શ્રીલંકા સામે પ્રથમ T20 રમ્યો હતો, જેમાં તે માત્ર સાત રન બનાવી શક્યો હતો, પરંતુ ત્રીજી મેચમાં તેણે 46 રન બનાવ્યા હતા. આ પછી ત્રણ વનડેમાં 70, 21 અને 116 રન બનાવ્યા હતા. હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં તેણે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા, જ્યારે બીજા છેડેથી કોઈ બેટ્સમેન 28 રનને પાર કરી શક્યો ન હતો.

વનડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી
શુભમન ગિલ ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર છે. આ પછી તેણે આગામી બે ઇનિંગ્સમાં 40 અને 112 અણનમ રન બનાવ્યા.
તેણે 360 રન બનાવ્યા અને ત્રણ મેચની વનડે શ્રેણીમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના સર્વોચ્ચ સ્કોરના રેકોર્ડની બરાબરી કરી હતી.
બીજી તરફ સિરાજે શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં સાત ઓવરમાં 30 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ પછી તેણે આગામી બે મેચમાં અનુક્રમે ત્રણ અને ચાર વિકેટ લીધી હતી.
હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે તેણે ચાર વિકેટ લીધી હતી અને બીજી મેચમાં છ ઓવરમાં માત્ર દસ રન આપીને એક વિકેટ લીધી હતી, પરંતુ તે આ એવોર્ડ માટે શુભમન ગિલને પછાડી શક્યો ન હતો.

ટૂંકી કારકિર્દીમાં મોટી સિદ્ધિ
શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ, 21 વનડે અને 6 ટી20 મેચ રમી ચૂક્યો છે. શુભમન ગિલે ટેસ્ટમાં 736 રન, વનડેમાં 1254 રન અને ટી20માં 202 રન બનાવ્યા છે. હાલમાં તે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
