Shubman Gill Record : શુભમન ગિલ તોડી શકે છે સચિનનો 25 વર્ષ જૂનો રેકોર્ડ
Shubman Gill Record : હાલ ટીમ ઇન્ડિયાના ઓપનર શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે. આ વર્ષે શુભમને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેણે રનનો વરસાદ કરી રહ્યો છે.
વર્તમાન સમયમાં શુભમન ગિલની ગણતરી વિસ્ફોટક બેટ્સમેન માનવામાં આવે છે, આ વર્ષના નવ મહિનામાં શુભમન ગિલે 19 મેચમાં 70.37ની સરેરાશ સાથે 1126 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને એક બેવડી સદીનો સમાવેશ થાય છે.

જે રીતે શુભમન ગિલનું પ્રદર્શન ચાલી રહ્યું છે, તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, શુભમન ગિલ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખશે, જેને છેલ્લા 25 વર્ષમાં કોઈ તોડી શક્યું નથી. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ પણ આ રેકોર્ડને આંબી શક્યા નથી.
એક વર્ષમાં ODI મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ - વાસ્તવમાં એક વર્ષમાં ODI મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સેન્ચુરિયન સચિન તેંડુલકરના નામે છે. તેણે વર્ષ 1998માં આ સિદ્ધિ હાંસલ કરી હતી અને તે વર્ષે તેણે વનડેમાં 1894 રન બનાવ્યા હતા, જેમાં 9 સદી અને 7 અડધી સદી સામેલ હતી.
શું પ્રિન્સ કિંગનો રેકોર્ડ તોડશે? - એક કેલેન્ડર વર્ષમાં આટલું સારું પ્રદર્શન કોઈ કરી શક્યું નથી, પરંતુ પ્રિન્સ ગિલ જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તે જોઈને લાગે છે કે, તે કદાચ કિંગ સચિનનો રેકોર્ડ તોડી નાખશે.
શુભમન ગિલને પૂરી તક છે, શું તે ઇતિહાસ રચશે? - આવતા મહિનાથી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, જેમાં ગીલને 9 લીગ મેચ રમવા મળશે, જ્યારે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચશે તો શુભમન ગીલને 11 મેચ રમવા મળશે અને ડિસેમ્બરમાં તેને પણ 9 લીગ મેચ રમવાની તક મળશે. દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વનડે મેચ રમવી છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેને રેકોર્ડ તોડવામાં 768 રન બનાવવામાં વધુ સમય નહીં લાગે.
શુભમને 63 બોલમાં 74 રનની શાનદાર ઇનિંગ રમી - અત્રે નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ રમી રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરના રોજ મોહાલીમાં રમાઈ હતી, જેમાં શુભમન ગિલે 63 બોલમાં 74 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતે આ મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી. ગિલના આ શાનદાર પ્રદર્શન બાદ તે સોશિયલ મીડિયા પર છવાયેલો છે.
શું ગિલ સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે? - લોકો શુભમન ગિલના ખૂબ વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ સચિનના રેકોર્ડ બ્રેકિંગ મુદ્દે ગિલ સાથે મજાક પણ કરી રહ્યા છે. વાસ્તવમાં, એવી અફવાઓ છે કે, શુભમન માસ્ટર બ્લાસ્ટરની પુત્રી સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે, જોકે શુભમન ગિલ કે સારા-સચિને આ વાતની પુષ્ટિ કરી નથી, પરંતુ ઘણીવાર તેમના લિંકઅપના સમાચાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
