સાનિયા મિર્ઝાને છોડી શોએબ મલિકે આખરે સના જાવેદ સાથે કેમ કર્યા લગ્ન, ખુદ કર્યો મોટો ખુલાસો
Shoaib Malik-Sana Javed: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિક તેના ત્રીજા લગ્નથી ચર્ચામાં છે. શોએબ મલિકે 20 જાન્યુઆરીએ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથેના લગ્ન સમારોહની તસવીરો શેર કરી હતી. સોશિયલ મીડિયા પર આ તસવીર શેર થતાની સાથે જ શોએબ મલિક અને સના જાવેદ ખરાબ રીતે ટ્રોલ થવા લાગ્યા હતા.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સના જાવેદ અને શોએબ મલિક છેલ્લા ત્રણ વર્ષથી એકબીજા સાથે સંબંધમાં હતા. રિપોર્ટ અનુસાર સના જાવેદ પરિણીત હોવા છતાં શોએબ મલિક સાથે રિલેશનશિપમાં હતી. તે તેના પહેલા પતિ ઉમૈર જસવાલ સાથે છેતરપિંડી કરતી હતી.

પાકિસ્તાની મીડિયા સના જાવેદ વિશે સતત અનેક દાવા કરી રહ્યું છે. વર્ષ 2010માં શોએબ મલિકે ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી સાથે રહેવાનુ નક્કી કર્યું. હવે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક લગભગ 14 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર શોએબ મલિકના ત્રીજા લગ્નથી ભારત અને પાકિસ્તાન બંનેના ફેન્સ નાખુશ જોવા મળી રહ્યા છે.
પાકિસ્તાનના અનુભવી બેટ્સમેન શોએબ મલિકે પોતાના ત્રીજા લગ્ન પર મૌન તોડ્યું છે. શોએબ મલિકે 27 જાન્યુઆરીએ પોડકાસ્ટમાં ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેણે ટ્રોલ કરનારાઓને પણ જડબાતોડ જવાબ આપ્યો. શોએબ મલિકે કહ્યું કે તેને કોઈ ફરક નથી પડતો કે કોણ તેના વિશે શું વિચારે છે. તે ફક્ત તે જ કરે છે જે તેના દિલને લાગે છે.
શોએબે કહ્યું કે મને લાગે છે કે તમારે એ જ કરવુ જોઈએ જે તમારુ દિલ કહે છે. તમારે લોકો શું વિચારશે તે વિશે વિચારવું જોઈએ નહીં, બિલકુલ નહીં. લોકો શું વિચારશે તે સમજવામાં તમને ભલે વર્ષો લાગે તો પણ આગળ વધો અને તમારું કામ કરો. ભલે તેમાં તમને 10 વર્ષ કે 20 વર્ષ લાગી જાય. જો તમને 20 વર્ષ પછી પણ સમજમાં આવે, તો આગળ વધો અને તે કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
