Shardul Thakur Catch Video: શાર્દુલ ઠાકુરે બાઉન્ડ્રિ પર કર્યો કેચ, વીડિયો જોઇને તબીયત થઇ જશે ખુશ
Shardul Thakur Catch Video: ભારત હાલ અફઘાનિસ્તાન સામેની મેચ રમી રહ્યું છે. જેમાં અફઘાનિસ્તાને 8 વિકેટ ગુમાવીને 272 રન બનવ્યા હતા. આ મેચમાં અફઘાનિસ્તાની પ્લેયર રહમાનુલ્લાહ ગુરબાઝનો કેચ બાઉન્ડ્રી પર એક કમાલનો કેચ કર્યો છે. જેના વખાણ દરેક ક્રિકેટ પ્રેમી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચાહકો શાર્દુલને લોર્ડના હુલામણા નામથી પસંદ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે તેણે આ કેચ કર્યો, ત્યારે સોશિયલ મીડિયા પર ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, શાર્દુલે બાઉન્ડ્રી પર હવામાં કૂદકો મારીને બેટ્સમેન ગુરબાઝને ચોંકાવી દીધા હતા અને સિક્સર મારવા જતા બોલને કેચમાં ફેરવી દીધો હતો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ICCએ આ વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો છે. નોંધનીય છે કે, ગુરબાઝ 21 રન બનાવીને આઉટ થયો હતો.
ગુરબાઝે હાર્દિકના બોલ પર જોરદાર શોટ માર્યો, જેને જોઈને એવું લાગી રહ્યું હતું કે, બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર જશે, પરંતુ શાર્દુલ ઠાકુર બાઉન્ડ્રીની નજીક હાજર હતો. શાર્દુલે હવામાં ઉડીને કેચ લીધો પણ કેચ લેતી વખતે તેનો પગ બાઉન્ડ્રી લાઇનની નજીક પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં લોર્ડ શાર્દુલે બોલને હવામાં ઉછાળ્યો અને પછી બીજા પ્રયાસમાં તેનો કેચ પકડ્યો હતો.
Best catch of the #ICCMensCricketWorldCup2023🚨
— GlobalIntellectHub (@hub_intellect) October 11, 2023
#INDvsAFG #Kalki2898AD #IsraelPalestineConflict #AmitabhBachchan #Gaza_under_attack Shardul Thakur Shami #NaveenUlHaq Israel-Hamas Repeat, शाहिद लतीफ #Sialkot #PalestineUnderAttack #ShahidLatif #INDvsPAK #طوفان_الاقصى_ Unknown pic.twitter.com/AiuNDnPwKt
રહેમાનુલ્લાહ ગુરબાઝ 13મી ઓવરમાં આઉટ થયો હતો. આવા સમયે, મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાનની પ્રથમ વિકેટ બુમરાહે લીધી હતી. બુમરાહે ઝદરાનને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
અફઘાનિસ્તાનની પ્લેઇંગ ઇલેવન : રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકિપર), ઇબ્રાહિમ ઝદરાન, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઉમરઝાઇ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી
ભારતની પ્લેઈંગ ઈલેવન : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
