Video: તંબાકુ ખાતા કેમેરામાં ઝડપાયા શાહિદ આફ્રિદી, વીડિયો વાયરલ
ક્રિકેટની દુનિયામાં નામ કમાયા પછી ખેલાડીઓની પાછળ કેમેરો પણ તેમનો પીછો કરે છે. આવા કેમેરામાં કેટલીક એવી પળો પણ કેદ થઇ જાય છે, જે ખેલાડીને દુનિયા સામે શર્મસાર કરી નાખે છે.
ક્રિકેટની દુનિયામાં નામ કમાયા પછી ખેલાડીઓની પાછળ કેમેરો પણ તેમનો પીછો કરે છે. આવા કેમેરામાં કેટલીક એવી પળો પણ કેદ થઇ જાય છે, જે ખેલાડીને દુનિયા સામે શર્મસાર કરી નાખે છે. પાકિસ્તાન ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે પણ કંઈક આવું જ થયું છે. શાહિદ આફ્રિદી આજે તેની હરકતને કારણે ચર્ચામાં છે. કેમેરામાં કેદ થયેલી આ ઘટનાએ શાહિદ આફ્રિદી અને તેના ફેન્સને શર્મસાર કર્યા છે. ખરેખર શાહિદ આફ્રિદી નો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે તંબાકુ ખાઈ રહ્યા છે.

રક્ષા દિવસના અવસરે શાહિદ આફ્રિદી વિવાદોમાં આવ્યા
પાકિસ્તાનમાં 6 સપ્ટેમ્બરે રક્ષા દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. આ અવસરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં શાહિદ અફ્રિદીને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જ શાહિદ આફ્રિદી એ તંબાકુ કાઢ્યું અને મોઢામાં મૂકી દીધું. શાહિદ આફ્રિદીની આ હરકત કેમેરામાં કેદ થઇ ગઈ. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયા પછી લોકો તેનો ખુબ જ મજાક બનાવી રહ્યા છે.
#Lala (Shahid Afridi) and Naswar, still a better love story than twilight. pic.twitter.com/JYqXdhtTt5
— Ali Salman Alvi (@alisalmanalvi) September 6, 2018
શાહિદ આફ્રિદી પહેલા પણ વિવાદોમાં રહી ચુક્યા છે
શાહિદ આફ્રિદી હંમેશા વિવાદોમાં રહ્યા છે. કરિયરના શરૂઆતી સમયમાં તેમનું નામ સેક્સ સ્કેન્ડલમાં પણ આવી ચૂક્યું છે. તેની સાથે સાથે તેઓ બોલ ટેમ્પરિંગ કરતા પણ કેમેરામાં ઝડપાયા હતા. તેની સાથે સાથે તેઓ મેદાનમાં ઘણા ખેલાડીઓ સાથે લડાઈ પણ કરી ચુક્યા છે. હાલમાં જ તેઓ કાશ્મીર પર તેમના નિવેદનથી ચર્ચામાં આવ્યા હતા. ત્યારપછી તેમની ઘણી આલોચના પણ થઇ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
