RR vs RCB : રાજસ્થાન રોયલ્સ પિંક જર્સી પહેરીને કેમ રમી રહી છે? જાણો શું છે કારણ?
રાજસ્થાન રોયલ્સ આરસીબી સામેના મુકાબલામાં પિંક જર્સી પહેલીને મેદાનમાં ઉતરી છે. અલગ જર્સી જોતા હવે ફૈન તેની પાછળનું કારણ જાણવા સર્ચ કરી રહ્યા છે.
રાજસ્થાન રોયલ્સ ટીમ આજે RCB સામેની મેચમાં જીતના ઈરાદા સાથે મેદાન પર ઉતરી રહી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમની જર્સીનો રંગ અલગ છે.

પિંક પ્રોમિસના કારણે રાજસ્થાન રોયલ્સ ટીમ પિંક જર્સી પહેરીને મેદાનમાં આવી રહી છે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. રોયલ્સે આ મેચમાં ગુલાબી જર્સી પહેરીને મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા ગુલાબી જર્સી પહેરવામાં આવી રહી છે. આ ગ્રામીણ રાજસ્થાનની મજબૂત મહિલાઓના સમર્થનમાં કરવામાં આવ્યું છે. સશક્તિકરણની ભાવનાથી સમાજમાં પરિવર્તન લાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુલાબી જર્સી પહેરવામાં આવી છે.
રાજસ્થાન રોયલ્સ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય છે જો સ્ત્રી છે તો ભારત છે. ટિકિટ અને જર્સીમાંથી મળેલી આવકમાંથી દાન આપવામાં આવે છે. આના દ્વારા એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે મહિલા આગળ વધશે તો ભારત આગળ વધશે.
રાજસ્થાન રોયલ્સ અને આરસીબીની મેચમાં દરેક બાઉન્ડ્રી હિટથી સૌર ઉર્જાથી સાંભર પ્રદેશમાં છ ઘરોને પ્રકાશિત કરવાનું વચન છે.
સંજુ સેમસનની કપ્તાનીવાળી આ ટીમે અત્યાર સુધી આઈપીએલમાં પોતાની તાકાત બતાવી છે. રાજસ્થાન રોયલ્સે ત્રણ મેચ રમ્યા બાદ દરેકમાં જીત મેળવી છે. યશસ્વી જયસ્વાલ ફોર્મમાં નથી પરંતુ રિયાન પરાગે કોઈ કસર છોડી નથી.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી







Click it and Unblock the Notifications
