RR vs LSG : આજે કઈ ટીમનું પલ્લુ ભારે, જાણો પીચ રિપોર્ટ
આઈપીએલના ચૌથા મુકાબલામાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપરજાયન્ટ વચ્ચે રમાવા જઈ રહ્યો છે. આ મુકાબલામાં બન્ને ટીમ જીત સાથે આઈપીએલની શરૂઆત કરવા ઈચ્છશે.
રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. આ રોમાંચક મેચ પહેલા જયપુરની પિચ અને હવામાન અહેવાલ પર એક નજર કરીએ.

રાજસ્થાન રોયલ્સની આઈપીએલ 2023ની સીઝન સારી રહી હતી. ટીમે તેની 14 મેચમાંથી સાત મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલ પર પાંચમું સ્થાન મેળવ્યું હતું.
ટીમ આ વર્ષે વધુ સારી રીતે તૈયાર દેખાય છે. બીજી તરફ લખનૌ સુપરજાયન્ટ્સ ગયા વર્ષે એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 81 રનથી હારી ગઈ હતી. આ વર્ષે તે ટ્રોફી ઉપાડવા પર ધ્યાન આપશે.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ બેટ્સમેનોની સાથે સ્પિનરો માટે પણ સહાયક છે. આ મેદાન પર બીજી ઇનિંગમાં બેટિંગ કરવી સરળ છે. ફાસ્ટ બોલરોને આ પીચ પર થોડી સીમ મૂવમેન્ટ અને એક્સ્ટ્રા બાઉન્સ મળે છે, જે અમુક સમયે મદદરૂપ થઈ શકે છે.
જયપુર ક્રિકેટ રમવા માટે ખૂબ જ ગરમ સ્થળ છે અને જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ તે વધુ ગરમ થશે. રવિવારે તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે અને કંઈક અંશે વાદળછાયું રહેશે. ભેજનું સ્તર 31 ટકા રહેશે અને પવનની સરેરાશ ગતિ 16 કિમી/કલાકની રહેશે. મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
