Rohit Sharma record in World Cup: રોહિત શર્મા તોડી શકે છે સચિન-વિરાટના રેકોર્ડ, જાણો કેવી રચી શકે છે ઇતિહાસ
Rohit Sharma record in World Cup: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા 8 ઓક્ટોબરના રોજ વિશ્વ કપમાં પોતાના અભિયાન શરૂઆત કરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ સાથે વર્લ્ડ કપની શરૂઆત થશે.
આ વર્ષે વર્લ્ડ કપનું આયોજન સંપૂર્ણપણે ભારતમાં થઈ રહ્યું છે, અને તાજેતરના ભૂતકાળમાં ટીમ ઈન્ડિયાએ વનડેમાં જે રીતે પ્રદર્શન કર્યું છે તે મુજબ દિગ્ગજો ટીમ ઈન્ડિયાને ટાઈટલ માટે પ્રબળ દાવેદાર માની રહ્યા છે. આ વર્લ્ડ કપ દરમિયાન રોહિત શર્મા ઘણા મોટા રેકોર્ડ તોડતો જોવા મળી શકે છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી - રોહિત શર્મા અને સચિન તેંડુલકર હાલમાં ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. આ બંને બેટ્સમેનોએ વર્લ્ડ કપમાં 6-6 સદી ફટકારી છે.
સચિન તેંડુલકરે 45 મેચની 44 ઇનિંગ્સમાં 56.95ની એવરેજથી 2278 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી 15 અડધી સદી અને 6 સદી ફટકારી છે.
જો રોહિત શર્માની વાત કરીએ તો તેણે 17 મેચમાં 65.20ની એવરેજથી 978 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી 3 અડધી સદી અને 6 સદી ફટકારી છે.
જો રોહિત શર્મા મેગા ટૂર્નામેન્ટમાં સદી ફટકારશે, તો તે તમામ દિગ્ગજોને પાછળ છોડીને વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનારો બેટ્સમેન બની જશે. આ યાદીમાં બીજા સ્થાને સંગાકર અને પોન્ટિંગ છે, જેમણે 5-5 સદી ફટકારી છે. જ્યારે ડેવિડ વોર્નરના નામે ચાર સદી છે.
સૌથી વધુ ફિફ્ટી કે તેથી વધુ રન - રોહિત શર્માએ વર્લ્ડ કપમાં 9 વખત 50 કે તેથી વધુ રનની ઇનિંગ્સ રમી છે, અને તે આ યાદીમાં 8મા સ્થાને છે. ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત 50 કે તેથી વધુ રનની ઇનિંગ્સ રમવાના મામલે સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. તેણે આવું 21 વખત કર્યું છે.
જ્યારે લિસ્ટમાં બીજા સ્થાન પર શાકિબ અલ હસન છે, જેણે 12 વખત આવું કર્યું છે. જો રોહિત વધુ એક વખત 50 કે તેથી વધુ રનની ઇનિંગ રમશે, તો તે ODI વર્લ્ડ કપમાં 10 વખત 50 કે તેથી વધુ રનની ઇનિંગ રમનારો બીજો ભારતીય બેટ્સમેન બની જશે.
ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સ - ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે ક્રિસ ગેલ પ્રથમ સ્થાને છે. ક્રિસ ગેલે 35 મેચની 34 ઇનિંગ્સમાં 49 સિક્સર ફટકારી છે. આ યાદીમાં રોહિત શર્મા 12મા સ્થાને છે.
જો આ યાદીમાં રોહિત શર્માથી આગળ ભારતીય ખેલાડીઓની વાત કરીએ, તો સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર છે. સચિને 27 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે ગાંગુલીએ 25 છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્માના નામે વર્લ્ડ કપમાં 25 સિક્સર છે. રોહિત શર્માને સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીને પાછળ છોડવા માટે માત્ર 4 વધુ સિક્સની જરૂર છે.
વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારો ભારતીય - સચિન તેંડુલકર વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 2278 રન બનાવ્યા છે. આ પછી વિરાટ કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. વિરાટ કોહલીએ 26 મેચમાં 1030 રન બનાવ્યા છે.
રોહિત શર્માને વનડે વર્લ્ડ કપમાં 1000 રનનો આંકડો પાર કરવા માટે માત્ર 22 રનની જરૂર છે. રોહિત જે ફોર્મમાં છે, તેને જોતા કહી શકાય કે, તે વિરાટ કોહલીને પછાડીને વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારો ભારતીય બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને આવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
