Rohit Sharma Record: કેપ્ટન રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આવું કરનારો પહેલો ખેલાડી બન્યો
Rohit Sharma Record: T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલ મેચ વરસાદને કારણે અટકાવી દેવામાં આવી તે પહેલા ભારતે ગુરુવારે અહીં ઇંગ્લેન્ડ સામે આઠ ઓવરમાં બે વિકેટે 65 રન બનાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, વરસાદના કારણે રમત બંધ થઈ, ત્યાં સુધી કેપ્ટન રોહિત શર્મા (37) અને સૂર્યકુમાર યાદવ (13) રન સાથે રમી રહ્યા હતા.
મેચ ફરી શરૂ થયા બાદ કેપ્ટન રોહિત શર્માએ 36 બોલમાં સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. વરસાદના કારણે ભીના આઉટફિલ્ડને કારણે મેચ એક કલાકથી વધુ વિલંબ બાદ શરૂ થઈ હતી.
જ્યારે બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે ભારતે ઝડપથી વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દીધી અને ઋષભ પંત પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. રોહિત શર્મા સરળ બેટિંગ કરી અને વચ્ચે બાઉન્ડ્રી ફટકારતો રહ્યો હતો.

કેપ્ટન રોહિતના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો - ઓસ્ટ્રેલિયા સામેની 92 રનની તોફાની ઈનિંગથી આગળ વધીને T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માએ કેપ્ટનની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી, તો સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પણ કેપ્ટનશિપની ઈનિંગ્સ રમતી જોવા મળી હતી.
અત્રે નોંધનીય બાબત છે કે, રોહિત શર્માએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. મેચમાં વરસાદે વિક્ષેપ પાડ્યો હતો. રોહિત શર્મા T20 ઈતિહાસમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર એકમાત્ર ખેલાડી બની ગયો છે.
વિરાટ કોહલીએ ડાબા હાથના ફાસ્ટ બોલર રીસ ટોપલીના બોલ પર સિક્સર ફટકારી અને બીજા જ બોલ પર બોલ્ડ થયો. ત્યારપછી પંત સેમ કુરાનના બોલ પર સર્કલની અંદર કેચ આઉટ થયો હતો.
અત્રે નોંધનીય બાબત છે કે, સૂર્યકુમાર ક્રિઝ પર આવતાની સાથે જ એક ફોર અને એક સિક્સર ફટકારીને લયમાં આવી ગયો હતો.
ભારતીય ટીમે નોકઆઉટમાં બીજી સૌથી મોટી જીત નોંધાવી - T20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચોમાં કોઈપણ ટીમની આ બીજી સૌથી મોટી જીત છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ 68 રને જીતીને અજાયબી કરી બતાવી છે.
ભારતીય ટીમે T20Iમાં સતત 12મી મેચ જીતી છે - ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનો આ સતત 7મો વિજય છે. આ પહેલા ભારતીય ટીમ કોઈ એક એડિશનમાં આટલી મેચો જીતી શકી નથી. ડિસેમ્બર 2023 થી જૂન 2024 સુધીની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમની આ સતત 11મી જીત છે.
HISTORY IN T20I WORLD CUP 🌟
— Johns. (@CricCrazyJohns) June 27, 2024
- Rohit Sharma has most fours in the T20I World Cup history 🇮🇳 pic.twitter.com/ZMe46jFel1
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
