રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, ધોનીના આ રેકોર્ડની કરી બરાબરી
Most T20I win Indian captain: ભારત અને અફધાનિસ્તાન વચ્ચે ત્રણ ટી20 મેચની સીરિઝની બીજી મેચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં શુભમન ગિલ અને તિલક વર્માને પડતા મુકવામાં આવ્યા હતા.
ભારતે જીતી ટી20 સીરિઝ - ભારતે 26 બોલ બાકી રહેતાં 6 વિકેટે સીરિઝ જીતી લીધી હતી. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેએ ફરી એકવાર તોફાની ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં જીત સાથે રોહિત શર્માએ ઘણા મહત્વપૂર્ણ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

રોહિતે કરી ધોનીની બરાબરી - રોહિત શર્માએ આ મેચ જીતીને એમએસ ધોનીના મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. રોહિત શર્માએ ટી20 મેચ જીતવાના મામલે એમએસ ધોનીની બરાબરી કરી લીધી છે. રોહિત શર્માએ 41 ટી20 મેચ જીતી છે. રોહિતે કેપ્ટન તરીકે અત્યાર સુધી 53 મેચ રમી છે, જેમાંથી તેણે 41માં જીત અને 12માં હારનો સામનો કરવો પડ્યો છે.
ધોનીનો રેકોર્ડ - આ પહેલા એમએસ ધોનીએ ભારતીય કેપ્ટન તરીકે કુલ 72 ટી20 મેચ રમી છે, જેમાંથી તેણે 41માં જીત મેળવી છે, અને 28માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય ત્રીજા નંબર પર રહેલા વિરાટ કોહલીએ 50 મેચ રમી છે, અને તેને 30માં જીત અને 16માં હારનો સામનો કરવો પડ્યો છે.
સૌથી વધુ T20 મેચ રમનારો ખેલાડી બન્યો - આ સાથે જ રોહિત એવો કેપ્ટન બની ગયો છે, જેણે કેપ્ટન તરીકે સૌથી વધુ 12 T20 સીરિઝ જીતી છે. આ સાથે રોહિત વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ 150 મેચ રમનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ મેચમાં રોહિત બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો, અને 0 રને આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
