Rishabh Pantએ ભારત માટે ફટકારી સૌથી ઝડપી ફિફ્ટી, બન્યો ગજબનો રેકોર્ડ
Rishabh Pant: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન રિષભ પંતે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રિષભ પંત ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે.
તેણે ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે આ સિદ્ધિ મેળવી હતી. જોકે, તે આ અડધી સદીને તે સદીમાં બદલી શક્યો નહોતો.
સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતની શરૂઆત ખરાબ રહી હતી, પ્રથમ દિવસની રમતના અંતે 81 રનમાં 4 વિકેટ પડી હતી. આ પછી ઋષભ પંતે શુભમન ગિલ સાથે મળીને ભારતનું કમબેક કરાવ્યુ હતુ.

પંતની આક્રમક બેટિંગે ન્યૂઝીલેન્ડના બોલરોને સ્થાયી થવાની તક આપી ન હતી. પંતે માત્ર 36 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી, અગાઉ ન્યઝીલેન્ડ સામે ભારતીય બેસ્ટમેન યશસ્વી જયસ્વાલે રેકોર્ડ બનાવ્યો હતો.
આ દિવસે પંતનું પ્રદર્શન મજબૂત રહ્યું હતું. તેણે ન્યુઝીલેન્ડના બોલરો સામે બેટિંગ વડે જબરદસ્ત હુમલો કર્યો, જેમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેની અડધી સદીએ ભારતના કમબેક માટે મહત્વનું હતું.
ખાસ કરીને ટીમે આગલા દિવસે યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓની વિકેટ ગુમાવી દીધી હતી. આ ઇનિંગ સાથે પંતે ટેસ્ટ ક્રિકેટમાં તેની 13મી અડધી સદી ફટકારી હતી.
ભારતનું વિસ્ફોટક કમબેક
ઋષભ પંત અને શુભમન ગિલ વચ્ચેની પાર્ટનરશીપ ભારત માટે નિર્ણાયક સાબિત થઈ. તે ખરાબ શરૂઆત બાદ માત્ર ઇનિંગ્સને સંભાળી જ નહીં પરંતુ ભારતને મજબૂત સ્થિતિમાં લાવવામાં પણ સફળ રહ્યો.
બીજા દિવસે લંચ સુધીમાં ભારતે તેના પ્રથમ દાવમાં પાંચ વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ 235 રન પર સમાપ્ત થયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
