ઋષભ પંતના ઘૂંટણની સર્જરી મુંબઈમાં સફળતાપૂર્વક પૂરી, લિગામેન્ટ કરવામાં આવ્યુ રિપેર
ઋષભ પંચના જમણા ઘૂંટણની સર્જરી સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી છે.
Rishabh Pant Accident: ભારતના સ્ટાર ખેલાડી ઋષભ પંતના જમણા ઘૂંટણનુ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં સફળતાપૂર્વક ઑપરેશન કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે પંતના આ ઘૂંટણમાં લિગામેન્ટ ફાટી ગયુ હતુ.

મિડ-ડેના રિપોર્ટ મુજબ સેન્ટર ફૉર સ્પોર્ટસ મેડિસિનના વડા અને ઑર્થોસ્કૉપી એન્ડ શોલ્ડર સર્વિસીસના ડિરેક્ટર ડૉ. દિનશા પારડીવાલાએ શુક્રવારે સવારે 10:30 વાગે સર્જરી કરી હતી અને તે 2-3 કલાક સુધી ચાલી હતી. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, 'શુક્રવારે સવારે લગભગ 10.30 વાગે ડૉ. પારડીવાલા અને તેમની ટીમે તેમના જમણા ઘૂંટણમાં લિગામેન્ટ ટીયર સર્જરી કરી હતી. લગભગ 2 થી 3 કલાક સુધી સર્જરી કરવામાં આવી હતી. સર્જરી સ્મૂધ રહી.'
સમાચાર એજન્સી એએનઆઈ તરફથી મળેલી માહિતી મુજબ પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. ઑપરેશન પહેલા પંતના હાલના સ્વાસ્થ્યનુ મૂલ્યાંકન કરવા માટે કેટલાક રેન્ડમ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલે ક્રિકેટરની પ્રાઈવસીના કારણે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે અને કહ્યુ છે કે બીસીસીઆઈ આ અંગે નિવેદન જાહેર કરશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે પંતને એક્શનમાં પાછા આવવામાં મહિનાઓ લાગશે. તે માત્ર આઈપીએલ ચૂકી જશે એટલુ જ નહિ એશિયા કપ અને ઓડીઆઈ વર્લ્ડ કપ પર પણ મોટુ પ્રશ્નાર્થ ચિન્હ રહેશે. પંત છેલ્લે 22 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારત માટે જોવા મળ્યો હતો અને તેણે કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી હતી.
તમને જણાવી દઈએ કે 30 ડિસેમ્બરે સવારે 5:30 વાગે 25 વર્ષીય પંતની કાર દિલ્લી-દેહરાદૂન હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી. આ ભયાનક કાર અકસ્માત ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર જિલ્લામાં મેંગલોર અને નારસન વચ્ચે થયો હતો જ્યારે તે દિલ્લીથી પોતાના વતન રૂરકી જઈ રહ્યો હતો. પંતને તરત જ બચાવી લેવામાં આવ્યો હતો અને તેને રૂરકીમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં આવતા-જતા લોકોના ધસારાને જોઈ બીસીસીઆઈએ વિકેટકીપરને મુંબઈમાં કડક સુરક્ષા હેઠળ રાખ્યો હતો જ્યાં પંતના પરિવાર સિવાય કોઈ તેને ન મળી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
