Rishabh Pant Practice Video: ટૂંક સમયમાં રિષભ પંત કરશે કમબેક, પહેલી વાર મેદાનમાં જોવા મળ્યા
Rishabh Pant Practice Video: ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી રિષભ પંત ભારત જ નહીં પણ સમગ્ર દુનિયામાં લાખો કરોડો ફેન્સ છે. ગત વર્ષના અંતમાં એક માર્ગ અકસ્માતમાં ઘાયસ થયા બાદ અંદાજે એક વર્ષથી ક્રિકેટ દુર છે. આ વચ્ચે ફેન્સ અને રિષભ પંતને લઇને સારા સમાચાર સામે આવ્યા છે.
વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા પણ ક્યાંક ને ક્યાંક સતત સિરીઝ રમતી જોવા મળશે, અને આ પછી આઈપીએલ પણ માર્ચના અંતમાં શરૂ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સિવાય આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સ માટે પણ આ સારા સમાચાર છે.

ઋષભ પંત 30 ડિસેમ્બર, 2022ના રોજ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેઓ પોતાની કારમાં દિલ્હીથી ઘરે જઈ રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યા પછી, તેઓ એનસીએ ગયા અને ત્યાં પણ તેઓ ઝડપથી સાજા થવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ સમયગાળા દરમિયાન ઘણા ખેલાડીઓએ ભારતીય ટીમમાં તેની જગ્યા ભરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું સ્થાન ભરવું સરળ કામ નથી, જ્યારે IPL 2023માં દિલ્હી કેપિટલ્સની ટીમ તેના વિના પ્રવેશી હતી. આ પછી ડેવિડ વોર્નરને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ટીમે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું અને પોઈન્ટ ટેબલમાં તળિયે રહી છે.
હવે સમાચાર આવી રહ્યા છે કે, ઋષભ પંત મેદાનમાં ઉતર્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રિષભ પંત હાલમાં કોલકાતામાં છે અને શક્ય તેટલી વહેલી તકે પ્લેઈંગ પોઝિશન પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. કહેવાય છે કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને રિકી પોન્ટિંગ પણ ત્યાં છે. તેમની દેખરેખ હેઠળ તૈયારીઓ ચાલી રહી છે.
આ બંને દિગ્ગજ ખેલાડીઓ દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા છે. જોકે અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે, રિષભ પંત ક્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકશે, પરંતુ એ ચોક્કસ છે કે તે દિવસ દૂર નથી. તે જોવાનું પણ રસપ્રદ રહેશે કે રિષભ પંત IPL 2024 માટે ઉપલબ્ધ રહે છે કે પછી રાહ જોવી પડશે.
Great news for team India:
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 9, 2023
Rishabh Pant has started practicing. pic.twitter.com/c5LMTxxtKq
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
