Rishabh pant girlfriend : ઋષભ પંતની બહેનના લગ્નમાં ઋષભ પંતની ગર્લફ્રેન્ડ પણ હાજર હતી? જાણો કોણ છે આ હસીના?
Rishabh pant girlfriend : ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતની બહેનના લગ્ન સમારોહમાં દેશના ઘણા જાણીતા ક્રિકેટરો હાજર રહ્યા.
મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના જેવા ખેલાડીઓ આ પ્રસંગમાં જોડાયા અને તેમની હાજરીએ લગ્નની શોભા વધારી. આ પ્રસંગમાં તમામ સ્ટાર ખેલાડીઓને ડાન્સ કરતાં પણ જોવા મળ્યાં.

આ તમામ વચ્ચે સમારોહ દરમિયાન એક વ્યક્તિએ ખાસ ધ્યાન ખેંચ્યું. આ વ્યક્તિ ઋષભ પંતની કથિત ગર્લફ્રેન્ડ ઈશા નેગી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થતી કેટલીક તસવીરોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈશા નેગી પણ આ લગ્ન સમારોહમાં હાજર હતી.
ચાહકોમાં તેની હાજરીને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને ઘણા લોકો આ પ્રસંગને પંત અને ઈશા નેગી વચ્ચેના સંબંધોની પુષ્ટિ તરીકે લઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ વધુ તીવ્રતા ત્યારે પામી જ્યારે ઈશા નેગીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નના સુંદર પોશાક પહેરેલી તસવીર શેર કરી. ત્યારબાદ કેટલાક ચાહકો દ્વારા શેર કરવામાં આવેલા ગ્રુપ ફોટોમાં પણ તે જોવા મળી, જેમાં ઋષભ પંત અને ધોનીની પત્ની સાક્ષી ધોની સાથે ઊભી હતી. આ તસવીરોએ પંત અને ઈશા નેગી વચ્ચેના સંબંધોને લઈને નવી ચર્ચા છેડી છે.
OMG Finally Rishabh and Isha together 😭❤️😭❤️😭❤️ pic.twitter.com/Guc5wI3ayJ
— Sandy (@flamboypant) March 13, 2025
કેટલાક ચાહકો ઈશા નેગી પાસેથી ઋષભ પંત સાથેની વધુ તસવીરો શેર કરવાની માગણી કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ પહેલાથી જ પંત સાથેની જૂની અને તાજેતરની તસવીરો જોડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે.
આ અંગે ઋષભ પંત કે ઈશા નેગી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી પરંતુ ચાહકોની ટિપ્પણીઓ અને વાયરલ થતી તસવીરોને જોતા એવું લાગે છે કે ફેન્સ હવે આ જોડીને લઈને વધુ માહિતી મેળવવા માટે આતુર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
