RCB vs RR : રાજસ્થાન સામે ગ્રીન જર્સીમાં કેમ ઉતરી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર?
RCB vs RR : જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આઈપીએલ 2025ની 28મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) અને રાજસ્થાન રોયલ્સ (આરઆર) વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો.
આ મેચમાં આરસીબીએ પોતાની જર્સીને બદલે લીલી જર્સી પહેરી હતી, જેની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર ખુબ થઈ રહી છે.

આરસીબીએ લીલી જર્સી પહેરીને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો છે. આ પહેલ 2011માં શરૂ થઈ હતી, જેને ટીમે ગો ગ્રીન નામ આપ્યું છે.
આ જર્સી રિસાયકલ કરેલા ફેબ્રિકથી બનાવવામાં આવે છે, જે પર્યાવરણની સુરક્ષા અને વૃક્ષારોપણ જેવા મુદ્દાઓ પર ધ્યાન ખેંચે છે. ટીમનો ઉદ્દેશ લોકોને વધુ વૃક્ષો વાવવા અને પ્રકૃતિની કાળજી લેવા માટે પ્રેરિત કરવાનો છે.
આઈપીએલના દરેક સીઝનમાં આરસીબી એક મેચમાં આ લીલી જર્સી પહેરે છે અને આ વખતે રાજસ્થાન સામેની મેચ માટે આ પસંદગી કરવામાં આવી હતી.
આ મેચમાં આરસીબીના કેપ્ટન રજત પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 173 રન બનાવ્યા હતા.
જવાબમાં આરસીબીના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. ફિલ સોલ્ટે 33 બોલમાં 65 રન અને વિરાટ કોહલીએ 62 રનની નોટઆઉટ ઇનિંગ રમી. બંનેએ 92 રનની ઓપનિંગ ભાગીદારી કરી, જેના કારણે આરસીબીએ માત્ર 17.3 ઓવરમાં 1 વિકેટે 175 રન બનાવીને 9 વિકેટે મેચ જીતી લીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
