Ravindra jadeja Record: ચાર વિકેટ લેતા જ રવિન્દ્ર જાડેજા સર્જશે મોટો રેકોર્ડ
Ravindra jadeja Record: હાલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરિઝ ચાલી રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટના બીજા દિવસની બીજી ઇનિંગ શરૂ કરતા સમયે ભારતીય ક્રિકેટ ટીમને કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 81 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, મેચના ત્રીજા દિવસે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ બાંગ્લાદેશને મોટો ટાર્ગેટ આપવાનો પ્રયાસ કરશે.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ભારતીય ટીમ એક બાદ એક નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આ ક્રમમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની નજર વધુ એક સિદ્ધિ પર છે. કારણ કે, તે 300 ટેસ્ટ વિકેટ સુધી પહોંચવાથી માત્ર ચાર વિકેટ દૂર છે.
20 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બે વિકેટ લીધી હતી. આ સાથે રવિન્દ્ર જાડેજાએ 86 રન બનાવ્યા હતા.
શુભમન ગિલ અને રિષભ પંત શનિવારના રોજ બાંગ્લાદેશ સામે 81/3 ના સ્કોર સાથે ભારતીય દાવની શરૂઆત કરી હતી. ભારતે પહેલાથી જ બાંગ્લાદેશની ટીમ સામે 308 રનની લીડ વધારી દીધી છે.

ત્રીજા દિવસ માટે ટીમના પ્લાન વિશે વાત કરતા જાડેજા જણાવ્યું હતું કે, સૌથી પહેલા અમારે ખૂબ સારી બેટિંગ કરવાની છે, અમારે અહીંથી 120-150ની આસપાસ સ્કોર કરવાનો છે. અમે સારી સ્થિતિમાં હોઈશું અને પછી અમે મેદાન પર આવીશું. તો બોલિંગ પણ સારી રીતે કરી શકીશું.
રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે, બેટિંગ માટે તે ખૂબ સારું છે. વિકેટમાં ફાસ્ટ બોલર્સ અને સ્પિનર્સ માટે પણ કંઈક છે. જો રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશની બીજી ઇનિંગમાં ચાર વિકેટ લેવામાં સફળ થાય છે,
તો તે શેન વોર્ન, રવિચંદ્રન અશ્વિન અને ડેનિયલ વેટોરી જેવા મહાન સ્પિનર્સ સાથે જોડાઈને 3000 રન અને 300 ટેસ્ટ વિકેટની ડબલ પૂર્ણ કરનારો ચોથો સ્પિનરબની જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
