Ravichandran Ashwin Retirement : આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી
Ravichandran Ashwin Retirement : ભારતીય ટીમમા સ્ટાર સ્પીન બોલર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે. તેણે ગાબા ટેસ્ટ બાદ તરત આ જાહેરાત કરી.
રવિચંદ્રન અશ્વિને આ જાહેરાત કરીને તમામ લોકોને ચૌકાવ્યા છે. કોઈ ક્રિકેટ ફેન્સને અંદાજ નહોતો કે અશ્વિન આટલી જલ્દી ક્રિકેટ છોડી શકે છે.

ગાબા ટેસ્ટ સમાપ્ત થયા પછી તરત જ અશ્વિનના નિવૃત્તિના સમાચાર આવ્યા. અશ્વિને તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિત શર્માએ કહ્યું કે અશ્વિને પર્થમાં પણ નિવૃત્તિ વિશે વાત કરી હતી. ટીમ તેના નિર્ણય સાથે સહમત હતી.
2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિલ્હી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર અશ્વિને પોતાની બોલિંગથી ધૂમ મચાવી હતી. ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ખેલાડીઓમાં તે બીજા નંબરે છે. તેના નામે કુલ 537 વિકેટ છે. તેણે એક ઇનિંગ્સમાં સૌથી વધુ વખત પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ પણ કર્યો છે. અશ્વિને 37 વખત 5 વિકેટ લીધી છે.
આ સિવા સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડનો રેકોર્ડ પણ આર અશ્વિનના નામે છે. તેણે 11 વખત કર્યું છે. આ મામલે અશ્વિન મુથૈયા મુરલીધરનની બરાબરી પર છે.
બોલિંગ સિવાય તે શાનદાર બેટિંગ માટે પણ જાણીતો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 3503 રન બનાવ્યા છે. આ દરમિયાન તે 6 સદી ફટકારી છે. તેના બેટમાંથી 14 અર્ધસદી પણ આવી છે. અશ્વિને ODI ક્રિકેટમાં 156 અને T20માં 72 વિકેટ લીધી હતી. તેની અચાનક નિવૃત્તિ ચાહકો માટે આશ્ચર્યજનક નિર્ણય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
