Bday Special: ક્રિકેટને નવી ઓળખ આપનાર રણજીતસિંહજીની કહાની
Bday Special: ક્રિકેટને નવી ઓળખ આપનાર રણજીતસિંહજીની કહાની
નવી દિલ્હીઃ રણજીત સિંહ... આ એજ નામ છે જેને ભારતીય ક્રિકેટે અમર કરી દીધું. તેમના નામે જ રાષ્ટ્રીય ક્રિકેટ ચેમ્પિયનશિપ આયોજિત કરવામા આવી જે આજે પણ રણજી ટ્રોફીના નામે ચાલી રહી છે. જો કે એ વાત અલગ છે કે તેઓ ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમ્યા, પરંતુ ભારતીય ક્રિકેટમાં જીવ ફૂંકવામાં તેમનું જ યોગદાન રહ્યું. આજે તેમને એટલા માટે પણ યાદ કરવામા આવી રહ્યા છે કેમ કે ક્રિકેટ જગતમાં આજે રણજીત સિંહનો 148મો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે. તેમમે 2 એપ્રિલ 1933ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. રણજીતનો ક્રિકેટ સફર કેવો રહ્યો અને તેની કહાની શું છે આવો જાણીએ...

બહુ મુશ્કેલીથી સિલેક્શન થયું હતું
16 વર્ષી ઉંમરે રણજીત અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ચાલ્યા ગયા હતા. તેમને ફુટબોલ, ટેનિસ જેવી રમત પસંદ હતી પરંતુ ઈંગ્લેન્ડમાં ક્રિકેટનો ક્રેઝ જોતાં તેમણે પણ પોતાનો હાથ અજમાવ્યો. તેમનું સિલેક્શન પણ ઈંગ્લેન્ડ માટે જ થયું. પરંતુ તેના માટે પણ ઘણો વિવાદ થયો. રણજીએ પોતાની પહેલી મેચ 16 જુલાઈ 1896ના રોજ મેનચેસ્ટરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી, પરંતુ આ પહેલા ઈંગ્લેન્ડના સિલેક્ટર્સ તેમને ટીમમાં સામેલ કરવાના પક્ષમાં નહોતા. લોર્ડ હારિસ રણજીતની વિરુદ્ધ હતા. તેમનું કહેવું હતું કે રણજીતનો જન્મ ઈંગ્લેન્ડમાં નહિ બલકે ભારતમાં થયો છે, તેથી ઈંગ્લેન્ડ ટીમમાં તેમનું સિલેક્શન ના થઈ શકે. જો કે રણજીતે 1993થી જ રણજી મેચ રમવાની શરૂ કરી દીધી.
આ દરમ્યાન તેમને પોતાની વિસ્ફોટક બેટિંગ માટે ઓળખવામાં આવ્યા. રણજીતે પોતાના કાંડાની જાદૂગરીથી આ ખેલમાં ગેલ ગ્લાંસ જેવા ઑન સાઈડના કેટલાય નવા સ્ટ્રૉક જોડ્યા હતા. રણજીત પોતાના જમાનાના એવા બેટ્સમેન હતા જેમની પાસે કેટલાય પ્રકારના સ્ટ્રોકનો ખજાનો હતો. સચિન તેંડુલકર પણ રણજીતને જ ફોલો પરતાં ઓન સાઈડ પર કેટલાય સ્ટ્રોક્સ લગાવવાનું સીખ્યા છે. રણજીતની અદ્ભુત બેટિંગ જોયા બાદ ઈંગ્લેન્ડના સિલેક્ટર્સ પણ દંગ રહી ગયા અને તેમને પોતાની ટીમમાં સામેલ કરી લીધા.

પહેલી ટેસ્ટમાં જ ધમાલ મચાવી
રણજીતે ખુદને સાબિત કર્યા. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પહેલી ટેસ્ટ મેચમાં જ 62 અને અડીખમ 154 રનની બે લાજવાબ ઈનિંગ રમી. તેમણે બીજી ઈનિંગમાં 23 ચોગ્ગાની મદદથી 154 રન બનાવ્યા હતા. આની સાથે જ તેઓ દુનિયાના પહેલા ખેલાડી બની ગયા જેમણે પોતાની પહેલી ટેસ્ટ મેચમાં પહેલી ઈનિંગમાં ફીફ્ટી અને બીજી ઈનિંગમાં સદી ફટકારી હોય. માત્ર એટલું જ નહિ, રણજીત ટેસ્ટ ક્રિકેટના પહેલા ખેલાડી હતા જેઓ પોતાના કરિયરની પહેલી ટેસ્ટ મેચમાં સદી લગાવતાં અડીખમ રહ્યા. રણજીતે ઈંગ્લેન્ડ માટે 15 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેમણે 2 સદી અને 6 ફિફ્ટી સાથે 989 રન બનાવ્યા છે. તેમનો ઉચ્ચતમ સ્કોર 175 રહ્યો.

પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ધમાલ
રણજીતનો પ્રથમ શ્રેણી ક્રિકેટમાં દબદબો રહ્યો છે. તેમમે રમેલ 307 મેચમાં 56.37ની એવરેજથી 24692 રન બનાવ્યા છે, જમાં 109 ફીફ્ટીની સાથે 72 સદી પણ સામેલ છે. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં તેમનો ઉચ્ચતમ સ્કોર 285 રહ્યો. તેમણે 133 વિકેટ પણ ચટકાવી છે. રણજીનું બેટ ઈંગ્લેન્ડમાં બોલતું હતું પરંતુ તેમના વધુ વખાણ ભારતમાં જ થતાં હતાં. રણજીતના નામે એક અદ્ભુત કીર્તિમાન છે. અંગ્રેજોની ટીમમાં રમતા આ ભારતીય દિગ્ગજે 22 ઓગસ્ટ 1896ના રોજ એક જ દિવસમાં બે સદી ફટકારવાનું કારનામું કર્યું હતું. તેમણે ઈંગ્લેન્ડના શહેર હોવમાં સસેક્સ તરફથી રમતા યૉર્કશાયર વિરુદ્ધ પહેલી ઈનિંગમાં 100 અને બીજી ઈનિંગમાં 125 રન ફટકાર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
