રામચંદ્ર ગુહાના 7 મોટા આરોપ! ધોની, દ્રવિડ, ગાવસ્કર નિશાના પર
BCCIની વહીવટી સમિતિમાંથી રાજીનામું આપ્યા બાદ રામચંદ્ર ગુહાએ પત્ર લખી ધોની, દ્રવિડ અવે ગાવસ્કર પર સવાલ ઊભા કર્યા છે.
બીસીસીઆઇની વહીવટી સમિતિમાંથી રાજીનામું આપ્યા બાદ રામચંદ્ર ગુહાએ પત્ર દ્વારા જાણે મોટો બોમ્બ ફોડ્યો છે. રામચંદ્ર ગુહાએ રાજીનામું આપ્યું બાદ બીસીસીઆઇના ચેરમેન વિનોદ રાયને પત્ર લખી, કેટલાક અગત્યના મુદ્દાઓને સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે પત્રમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના પત્રમાં ખેલાડીઓને વિશેષ મહત્વ અપાતું હોવાથી માંડીને આ ખેલાડીઓની બાબતમાં નિયમોની અવગણના કરી તેમને લાભ આપવા જેવી બાબતોની ટીકા કરી છે.

રામચંદ્ર ગુહાને સુપ્રીમ કોર્ટ દ્વારા બીસીસીઆઇની વહીવટી સમિતિના સભ્ય નિમવામાં આવ્યા હતા, પરંતુ ગુહાએ વ્યક્તિગત કારણોનું બહાનું આગળ ધરતાં રાજીનામું આપી દીધું છે. 2 જૂન, 2017ના રોજ ગુહાએ પોતાના પત્રમાં રાજીનામા પાછળના 7 મુખ્ય કારણો જણાવ્યા છે. પોતાના પત્રમાં તેમણે સવાલ કર્યો છે કે, બીસીસીઆઇમાં પારદર્શિતા છે કે કેમ. તેમણે બીસીસીઆઇ અને વહીવટી સમિતિ તરફથી સ્ટાર ખેલાડીઓને આપવામાં આવતી સુવિધા પર પણ પ્રશ્નાર્થ મુક્યો છે.
રામચંદ્ર ગુહાના 7 મોટા આરોપ
- વહીવટી સમિતિ જુદા-જુદા હિતોના ટકરાવ પર પૂર્ણ વિરામ મુકવામાં નિષ્ફળ રહી છે. રાષ્ટ્રીય કોચ આઇપીએલ માટે રાષ્ટ્રીય ટીમની અવગણના કરે છે. આઇપીએલ ટીમ દિલ્હી ડેરડેવિલ્સના કોચ રાહુલ દ્રવિડ ભારતીય ટીમ તથા જુનિયર ભારતીય ટીમના પણ કોચ છે.
- સુનીલ ગાવસ્કર ખેલાડીઓની એક મેનેજમેન્ટ કંપનીના પ્રમુખ છે, આમ છતાં બીસીસીઆઇ એ કેમેન્ટ્રી માટે તેમની પસંદગી કરી છે.
- મહેન્દ્ર સિંહ ધોની ટેસ્ટ ટીમના ખેલાડી ન હોવા છતાં તેમને એ ગ્રેડમાં રાખવામાં આવ્યા છે.
- ભારતીય ટીમના કોચના મુદ્દાને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. કોચ તરીકે કુંબલેનું પ્રદર્શન શ્રેષ્ઠ હોવા છતાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય એ પહેલાં જ તેમની પર વિવાદ ઊભો કરવામાં આવ્યો.
- વહીવટી સમિતિ સ્થાનિક ક્રિકેટરોની અવગણના કરે છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને અને સ્થાનિક ખેલાડીઓની ફી વચ્ચે પણ બહુ મોટું અંતર છે.
- બીસીસીઆઇમાંથી બરખાસ્ત થયેલ અધિકારીઓ પણ બીસીસીઆઇની બેઠકોમાં ભાગ લે છે અને વહીવટી સમિતિ આ અંગે બિલકુલ ચુપ છે.
- વહીવટી સમિતિમાં એક પણ પુરુષ ક્રિકેટર નથી, જવાગલ શ્રીનાથનો સમિતિમાં સમાવેશ કરવો જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
