PSBK vs SRH : હૈદરાબાદના બોલરોનું શાનદાર પ્રદર્શન, પંજાબની વધુ એક હાર
સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચેના આઈપીએલના મુકાબલામાં હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરતા પંજાબને વધુ એક હાર આપી છે. હૈદરાબાદે 2 રને મેચ જીતી લીધી છે.
હૈદરાબાદના 182 રનનો ટાર્ગેટ પાર કરવા ઉતરેલી પજાબ શરૂઆતથી જ નબળી જોવા મળી અને વિકેટો ગુમાવતી રહી. ટીમ માત્ર 180 રન જ બનાવી શકી અને 2 રને હારી ગઈ.

ટોસ જીત્યા બાદ પંજાબ કિંગ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટ્રેવિસ હેડને વહેલો આઉટ કર્યો. તે 21 રન બનાવીને આઉટ થયો. આ પછી માર્કરામ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. બીજો ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા માત્ર 16 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો.
હૈદરાબાદે નિયમિત અંતરે વિકેટ ગુમાવી પરંતુ રન રેટમાં ઘટાડો ન થયો. નીતિશ રેડ્ડી ક્રિઝ પર રહ્યો અને શાનદાર બેટિંગ કરી. તે 37 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 64 રન બનાવીને આઉટ થયો. ક્લાસેનનું બેટ ન બોલ્યુ અને તે 9 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો.
અબ્દુલ સમદે અંતિમ ઓવરોમાં તોફાની અંદાજમાં 12 બોલમાં 25 રન બનાવીને ટીમને 9 વિકેટે 182 રનના સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.
પંજાબ તરફથી અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ લીધી. સેમ કુરન અને હર્ષલ પટેલને 2-2 વિકેટ મળી.
જવાબમાં પંજાબની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ઓપનર બેટ્સમેન જોની બેરસ્ટો ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો. આ પછી ધવન 14 રન બનાવીને આઉટ થયો.
આ પછી પ્રભસિમરન 4 રન બનાવીને આઉટ થયો હતો. સેમ કુરેને થોડો સમય પ્રયાસ કર્યો પરંતુ તે પણ 29ના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો.
આ પછી સિકંદર રઝા 28 રન બનાવીને આઉટ થયો પરંતુ બાદમાં શશાંક સિંહ અને આશુતોષે મળીને હૈદરાબાદને મોટુ ટેન્શન આપ્યુ અને પંજાબને જીતની નજીક લઈ ગયા.
પંજાબને છેલ્લા બે બોલ પર જીતવા માટે 11 રનની જરૂર હતી પરંતુ આ રન ન બન્યા અને હૈદરાબાદે મેચ 2 રને જીતી લીધી. શશાંકે 25 બોલમાં અણનમ 46 રન અને આશુતોષે 15 બોલમાં અણનમ 33 રન ફટકારીને હૈદરાબાદને પરસેવો ચડાવી દીધો હચો. હૈદરાબાદે સિઝનની ત્રીજી જીત નોંધાવી હતી.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
