PSBK vs KKR : પંજાબે એક પછી એક ઘણા રેકોર્ડ ધ્વસ્ત કર્યા, સૌથી મોટો સ્કોર ચેજ કરનારી ટીમ બની
પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલા હાઈ સ્કોરર મુકાબલામાં પંજાબે કોલકત્તાને હરાવીને ત્રીજી જીત મેળવી લીધી છે.
પંજાબ કિંગ્સે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોરનું લક્ષ્ય હાંસલ કર્યું છે. પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 262 રન બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

જોની બેયરસ્ટોએ 45 બોલમાં સદી ફટકારી અને ઘરઆંગણે KKRને હાર આપી છે. જોની બેયરસ્ટોએ પાંચ વર્ષ બાદ IPLમાં સદી ફટકારી છે. પંજાબે આ મુકાબલો આસાનીથી 8 વિકેટે જીતી લીધી.
IPLના ઈતિહાસમાં ક્યારેય કોઈ ટીમે આટલો મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો નથી. KKRની ટીમે પંજાબ સામે 261 રન બનાવીને મોટો પડકાર ઉભો કર્યો હતો. પરંતુ પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ પ્રથમ ઓવરથી જ KKR બોલરો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું.
પ્રભાસિમરને 20 બોલમાં 54 રનની ઇનિંગ રમીને શાનદાર શરૂઆત અપાવી. તેણે ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. આ પછી તે રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.
જોની બેરસ્ટો આ સિઝનમાં ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. જેના કારણે તેને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ પંજાબ કિંગ્સની ટીમે તેને KKR સામેની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો અને તેણે ટીમના આ નિર્ણયને યોગ્ય સાબિત કર્યો.
પંજાબ કિંગ્સને 262 રનનો ટાર્ગેટ હાંસલ કરવામાં સૌથી મોટી ભૂમિકા જોની બેરસ્ટોએ ભજવી. IPLની આ સિઝનને રેકોર્ડ બ્રેકિંગ સિઝન કહી શકાય. આ સિઝનમાં ઘણા રેકોર્ડ તૂટી ગયા છે. IPLના ઈતિહાસમાં આ મેચમાં સૌથી વધુ 42 સિક્સર ફટકારવામાં આવી.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
