પૃથ્વી શૉએ ભરવુ પડશે મોટુ પગલુ, કરિયર બચાવવા અર્જુન તેંડુલકરનો આઈડિયા અપનાવવો પડશે
પૃથ્વી શૉ જ્યારે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ રમવા આવ્યો ત્યારે તેણે પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ત્યારે બધાને લાગ્યું કે ભારતને ભવિષ્યનો સ્ટાર ખેલાડી મળી ગયો છે. સમય પસાર થયો અને તે ખેલાડી પર કોઈનું ધ્યાન ગયું.
પહેલા તો IPLમાં પૃથ્વી શૉને કોઈએ ખરીદ્યો ન હતો, હવે ઘરેલુ ક્રિકેટમાં પણ તેના માટે દરવાજા બંધ થઈ ગયા છે. પૃથ્વી શૉને વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. ભવિષ્યમાં પણ તેને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા નથી. યુવા શૉમાં હજુ પણ ઘણું ક્રિકેટ છે.
શૉ જેણે શુભમન ગીલ સાથે મળીને અંડર-19 વર્લ્ડ કપમાં જીત અપાવી હતી, તેણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. અર્જુન તેંડુલકરે પોતાના ઘરેલુ ક્રિકેટને આગળ લઈ જવા માટે એક કામ કર્યું. તે મુંબઈની ટીમ છોડીને ગોવામાં રમવા ગયો હતો.

પોતાના પર ધ્યાન કેન્દ્રીત કરે શૉ
અર્જુન તેંડુલકરની જેમ કામ કરવું પડશે. પૃથ્વી શૉને પણ અન્ય ટીમ તરફથી રમવાની તક છે પરંતુ તેણે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સૌથી મોટી વાત છે ફિટનેસ અને ડિસિપ્લિનમાં ટીમમાં રહીને તેણે નિયમોનું પાલન કરવું પડશે.
મુંબઈ છોડીને અન્ય ટીમમાં રમે પૃથ્વી શૉ
સૌથી અગત્યની બહારની પ્રવૃતિઓ છોડીને ફરીથી શિસ્તમાં આવવું પડશે. જો તેને મુંબઈમાં લેવામાં નહીં આવે તો તે અન્ય રાજ્યની ટીમમાં જઈને રમી શકે છે. આ પહેલા પણ બન્યું છે જ્યારે કોઈ ખેલાડી પોતાની ટીમ છોડીને બીજા રાજ્યમાં રમવા જાય છે.
પૃથ્વી શૉ પ્રતિભાશાળી ખેલાડી
25 વર્ષના પૃથ્વી શૉને પોતાની કારકિર્દી બચાવવા માટે કંઈક કરવું પડશે. તેની પાસે ઘણી પ્રતિભા છે અને આ વાત કોઈનાથી છુપાયેલી નથી. આવી સ્થિતિમાં તેણે પોતાની ક્ષમતાઓને આગળ લાવવી પડશે અને તે બધી ખરાબ બાબતોને પાછળ છોડી દેવી પડશે જેના કારણે તેને આજે કોઈ પણ પ્રકારનું ક્રિકેટ રમવાનું નથી મળી રહ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
