આઇપીએલમાં અનકેપ્ડ ખેલાડીઓની પ્લેઇંગ 11, જાણો કોને મળી ટીમમાં જગ્યા
IPL 2023નો અંત ચેન્નાઈ સુપર કિંગ્સની ટાઈટલ જીત સાથે થયો. ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમી રહી હતી. ગુજરાતે 214 રન બનાવ્યા હતા અને વરસાદ બાદ ચેન્નાઈને ડકવર્થ લુઈસ પદ્ધતિ અનુસાર 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ચેન્નાઈએ છેલ્લા બોલે જીત મેળવીને પાંચમું ટાઈટલ જીત્યું હતું

આ સિઝનમાં બેટ્સમેનોનો દબદબો વધુ જોવા મળ્યો છે. આમાં પણ અનકેપ્ડ ખેલાડીઓ તરફથી ધડાકો થયો હતો. કેટલાક એવા ખેલાડીઓ પણ છે જેમણે પોતાના જોરદાર પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયામાં હોવાનો દાવો કર્યો છે. આ સીઝનની અનકેપ્ડ પ્લેઈંગ ઈલેવન છે.
ઓપનર તરીકે જે પ્રથમ નામ મનમાં આવે છે તે યશસ્વી જયસ્વાલનું છે. આ સિઝનમાં જયસ્વાલ ટોપ 5 બેટ્સમેનમાં રહ્યો હતો. તેણે 14 મેચમાં 625 રન બનાવ્યા હતા. તેમના સિવાય બીજા ઓપનર તરીકે નીતિશ રાણાનો સમાવેશ થઈ શકે છે, તે ઓપનિંગ કરવામાં સક્ષમ છે. નીતિશ રાણાએ 14 મેચમાં 413 રન બનાવ્યા હતા.
મિડલ ઓર્ડર માટે કેટલાક તોફાની નામો ધ્યાનમાં આવે છે અને રિંકુ સિંહને પહેલા યાદીમાં સામેલ કરી શકાય છે. તેણે આ સિઝનમાં 14 મેચમાં 474 રન બનાવ્યા અને ગુજરાત સામે છેલ્લા 5 બોલમાં સિક્સર ફટકારીને KKRને જીત અપાવી.રિંકુ સિંહ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સના તિલક વર્માનો આ યાદીમાં સમાવેશ થઈ શકે છે.
તિલક વર્માએ કુલ 11 મેચ રમી અને 343 રન બનાવ્યા. તેના સિવાય સાઈ સુદર્શને ફાઇનલમાં પ્રભાવ પાડ્યો હતો. નેહલ વાઢેરાએ પણ મોકો મળતા જ ધડાકો કર્યો હતો. તોફાની ખેલાડી જીતેશ શર્માનું નામ વિકેટકીપર તરીકે મહત્વનું છે.
બોલિંગમાં બે નામ પ્રથમ આવે છે. જેમાં પ્રથમ આકાશ માધવાલ અને બીજો તુષાર દેશપાંડે છે. બંનેએ પોતપોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મધવાલે એક ઇનિંગમાં 5 વિકેટ પણ લીધી હતી. આ બે સિવાય ત્રીજા બોલર તરીકે યશ ઠાકુરને સામેલ કરવામાં આવી શકે છે અને KKR તરફથી સ્પિનર તરીકે રમતા સુરેશ શર્માનું નામ સામેલ થઈ શકે છે.
યશસ્વી જયસ્વાલ, નીતિશ રાણા, રિંકુ સિંહ, તિલક વર્મા, નેહલ વાઢેરા, જીતેશ શર્મા, આકાશ માધવાલ, તુષાર દેશપાંડે, યશ ઠાકુર, સુયશ શર્મા.












Click it and Unblock the Notifications
