PBKS vs SRH: પંજાબ વિ હૈદરાબાદની IPL કોણ જીતશે? મહામુકાબલા પહેલા જાણો હેડ-ટુ-હેડ રેકૉર્ડ
PBKS vs SRH Match Prediction: IPL 2024ની 23મી મેચમાં, પંજાબ કિંગ્સ (PBKS) મંગળવારે (9 એપ્રિલ) મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે ટકરાશે. PBKS અને SRH એ ચાર-ચાર મેચ રમી છે, જેમાંથી તેઓ બે જીત્યા છે.
એક જીત કોઈપણ ટીમને પોઈન્ટ ટેબલમાં ટૉપ ચારમાં લઈ જઈ શકે છે, જેના કારણે આ મુકાબલો હાઈ-વોલ્ટેજ મેચ બનવાનો છે. ચાલો એક નજર કરીએ બંને ટીમોના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર.

સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સના ચાર-ચાર પોઈન્ટ છે. જો આપણે બંનેના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો, સનરાઈઝર્સ હૈદરાબાદ મજબૂત સ્થિતિમાં છે. આ બંને ટીમો વચ્ચેનો રેકોર્ડ સનરાઈઝર્સ હૈદરાબાદના પક્ષમાં છે. બંને વચ્ચે રમાયેલી 21 મેચમાંથી 14માં તેણે જીત મેળવી છે અને પંજાબ કિંગ્સ માત્ર સાત મેચ જીતી શકી છે.
પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ મેચની પિચ બેટ્સમેન માટે સારી હોવાની અપેક્ષા છે. આજની મેચમાં ટોસ મહત્વની ભૂમિકા ભજવશે. જે ટીમ બીજા સ્થાને બેટિંગ કરશે તેનો હાથ ઉપર રહેશે. જો કે, બંને ટીમોના હેડ-ટુ-હેડ રેકોર્ડને જોતા, સનરાઇઝર્સ હૈદરાબાદની જીતની સંભાવના વધુ છે.
પંજાબ કિંગ્સની ટીમઃ શિખર ધવન (કેપ્ટન), જૉની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરેન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કેગીસો રબાડા, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ, રિલે રોસોવ, તનય ત્યાગરાજન, હરપ્રીત સિંહ ભાટિયા, વિધાથ કાવેરપ્પા, ક્રિસ વોક્સ, ઋષિ ધવન, સિકંદર રઝા, આશુતોષ શર્મા, અથર્વ તાયડે, નાથન એલિસ, શિવમ સિંહ, પ્રિન્સ ચૌધરી, વિશ્વનાથ સિંહ.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમઃ મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જોન્સન, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે, ટી નટરાજન, ટ્રેવિસ હેડ, ગ્લેન ફિલિપ્સ, વૉશિંગ્ટન સુંદર, જયદેવ ઉનડકટ, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર યાદવ, ફઝલહક ફારૂકી, ઉમરાન મલિક, ઝટવેધ સુબ્રમણ્યમ, સનવીર સિંહ, આકાશ મહારાજ સિંહ, નીતિશ રેડ્ડી.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના








Click it and Unblock the Notifications
