T20 World Cup : આ તારીખે મેદાનમાં સામસામે હશે ભારત-પાકિસ્તાન, સામે આવ્યો T-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ
ક્રિકેટ ફેન્સ આતુરતાથી 2024 માં યોજાનારા વર્લ્ડકપની રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડ કપની રાહ વચ્ચે તેના શિડ્યુઅલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
2024 વર્લ્ડ કપનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં થઈ રહ્યું છે. ટી-20 વર્લ્ડ કપમાં પણ ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે તે નક્કી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાન સિવાય ભારતે અન્ય ત્રણ ટીમો સાથે સુપર 8 મેચ રમવી પડી શકે છે.
ભારતીય ટીમ 2013થી આઈસીસી ટાઈટલની રાહ જોઈ રહી છે. ભારતીય ટીમે છેલ્લા 11 વર્ષથી કોઈ ICC ટ્રોફી નથી જીતી. 2023માં ભારત પાસે ચોક્કસપણે ટ્રોફી જીતવાની બે તક હતી. પરંતુ બંને વખત ભારતીય ટીમ ફાઈનલમાં જઈને ટાઈટલ ચૂકી ગઈ. ભારતીય ટીમ વર્ષ 2024માં ટી-20 વર્લ્ડ કપમાં વધુ સારું પ્રદર્શન કરવા ઈચ્છશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, સુપર 8માં પાકિસ્તાન સિવાય ભારતીય ટીમ આયર્લેન્ડ અને કેનેડા સામે ટકરાશે. આ સ્થિતિમાં ભારતીય ટીમ સરળતાથી આગળના તબક્કામાં પહોંચી શકે છે.
ભારતીય ટીમ 5 જૂને T-20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચ રમવા જઈ રહી છે. ટીમને પ્રથમ મેચમાં આયર્લેન્ડનો સામનો કરવો પડી શકે છે.
બીજી મેચમાં ભારતનો મુકાબલો 9 જૂને પાકિસ્તાન સામે થશે. ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સાથે રમાઈ શકે છે. જ્યારે લીગ તબક્કાની છેલ્લી મેચ ભારતીય ટીમ 15 જૂને કેનેડા સામે રમવા જઈ રહી છે.
ભારતીય ટીમનું સંભવિત શિડ્યુલ
5 જૂન - ભારત વિ આયર્લેન્ડ, ન્યૂયોર્ક
9 જૂન - ભારત વિરુદ્ધ પાકિસ્તાન, ન્યૂયોર્ક
12 જૂન - ભારત વિ અમેરિકા, ન્યુયોર્ક
15 જૂન - ભારત vs કેનેડા, ફ્લોરિડા
20 જૂન - ભારત વિ C1 (ન્યૂઝીલેન્ડ, બાર્બાડોસ)
22 જૂન - ભારત vs શ્રીલંકા, એન્ટિગુઆ
24 જૂન - ભારત વિ ઓસ્ટ્રેલિયા, સેન્ટ લુસિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
