IPL 2023: IPLમાં લાગુ થશે નવો નિયમ, ખેલાડીઓને થશે ફાયદો
IPL 2023 માર્ચના અંતમાં શરૂ થવા જઈ રહી છે. આ વખતે IPLમાં કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે.

વિમેન્સ પ્રીમિયર લીગ સમાપ્ત થયા બાદ મેન્સ આઈપીએલનું આયોજન કરવામાં આવનાર છે. સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સની ટીમે પ્રથમ વખત ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ પહેલા જ સિઝનમાં ટ્રોફી કબજે કરવામાં સફળ રહી હતી.

IPLના નિયમો બદલાયા
IPL શરૂ થવામાં લગભગ 25 દિવસ બાકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. IPLની આ સિઝનમાં પ્રથમ વખત કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવશે. નવી સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ કરવામાં આવશે. આ સાથે અવેજી ખેલાડીને મેદાનમાં ઉતારવાની પરવાનગી આપવામાં આવશે. આ સિવાય ટૂર્નામેન્ટમાં ઘણા નિયમો લાવવામાં આવ્યા છે.

નો અને વાઇડ બોલ પર લઇ શકાશે રિવ્યુ
IPLમાં ભાગ લેનાર કેપ્ટન પાસે હવે નો અને વાઈડ બોલ પર પણ રિવ્યુ લેવાનો વિકલ્પ હશે. આ નિયમ મહિલા પ્રીમિયર લીગમાં લાગુ કરવામાં આવ્યો છે, જ્યાં ખેલાડીઓ તેનો ભરપૂર લાભ લઈ રહી છે. ઘણી વખત અમ્પાયરના ખોટા નિર્ણયને કારણે નો બોલ અને વાઈડ બોલ મેચના પાસા ફેરવવાનું કામ કરે છે, આવી સ્થિતિમાં આ નિયમો ટીમના ખેલાડીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેપ્ટન હવે નો બોલ કે વાઈડ બોલ પર પણ ડીઆરએસ લઈ શકશે.

ઈમ્પેક્ટ પ્લેયરને કરવા પડશે શામેલ
IPL મેચોમાં ટોસ સમયે 11 ખેલાડીઓ સિવાય 4 વધારાના ખેલાડીઓ પણ કેપ્ટને અગાઉથી જણાવવાના રહેશે. તેમાંથી માત્ર એક જ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતરી શકે છે. જો કે, આ નિયમનો ઉપયોગ કરવા માટે કેટલીક શરતો છે. ઈમ્પેક્ટ પ્લેયર ઓવરના અંત પહેલા આવી શકતો નથી. આ સિવાય ઈમ્પેક્ટ પ્લેયરને પ્લેયર આઉટ થયા બાદ અથવા નિવૃત્ત થયા બાદ જ સામેલ કરી શકાય છે. એટલું જ નહીં ઈમ્પેક્ટ પ્લેયર્સને માત્ર 14 ઓવર માટે જ મેદાન પર મોકલી શકાય છે. આ પછી ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકાશે નહીં.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
