MS Dhoni : ધોની ક્યારે નિવૃતિની જાહેરાત કરશે? થઈ ગયો ખુલાસો
આઈપીએલ 2024 ચેન્નાઈ સુપર કિંગ્સ માટે બહુ સારી નથી રહી. સારી શરૂઆત બાદ પણ ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નથી. આ સિઝનના અંત સાથે હવે અહેવાલો છે કે ધોની ફરીથી ક્યારેય ગ્રાઉન્ડ પર નહીં દેખાય.
ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી સફળ કેપ્ટન છે અને ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ કુલ પાંચ આઈપીએલ ટ્રોફી જીતી છે. આ સીઝનમાં ધોનીએ ચેન્નાઈની કમાન ન સંભાળતા રૂતુરાજ ગાયકવાડ સીએકેની કમાન સોંપી હતી.

ચેન્નાઈએ IPL 2024ની છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી, જેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ પછી ઘણા પૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતોએ કહ્યું કે ધોનીની આ છેલ્લી IPL મેચ હતી. જો કે, ધોનીએ IPL નિવૃત્તિ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ હવે માહીની નિવૃત્તિ સાથે જોડાયેલું એક મોટું અપડેટ આવ્યું છે.
અહેવાલો અનુસાર, ધોનીએ ચેન્નાઈમાં કોઈને નથી કહ્યું કે તે સંન્યાસ લઈ રહ્યો છે. ધોનીએ મેનેજમેન્ટને કહ્યું કે અંતિમ નિર્ણય લેતા પહેલા તે થોડા મહિના રાહ જોશે.
અહેવાલો અનુસાર, ધોની આગામી સિઝનમાં પણ જોવા મળી શકે છે. આ સ્થિતિમાં એ જોવું રસપ્રદ રહેશે કે આગામી સિઝનમાં ધોની ચેન્નાઈની જર્સીમાં જોવા મળે છે કે તે પહેલા ક્રિકેટને અલવિદા કહી દે છે.
નોંધનીય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સે ગત સિઝનમાં એટલે કે આઈપીએલ 2023માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. 2023માં ચેન્નાઈની જીત બાદ એવું માનવામાં આવતું હતું કે ધોની ક્રિકેટને અલવિદા કહી દેશે, પરંતુ તેણે એવું ન કર્યું અને ચાહકોને ભેટ આપતા IPL 2024માં પરત ફર્યો. ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેણે IPL રમવાનું ચાલુ રાખ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
