ms dhoni retirement : આઈપીએલમાંથી રિટાયર્ડ થવા જઈ રહ્યો છે એમએસ ધોની? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
MS dhoni retirement : ભારતીય ક્રિકેટના સૌથી લોકપ્રિય ખેલાડીઓમાંના એક મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચર્ચામાં છે. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો ધોની આઈપીએલમાંથી વિદાય લઈ શકે છે.
5 એપ્રિલ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ તારીખ તરીકે નોંધાઈ શકે છે. શક્યતાઓ છે કે આ ધોનીની IPLમાં છેલ્લી મેચ બની શકે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની આ મેચ બાદ ધોની રિટાયર્મેન્ટની જાહેરાત કરી શકે છે.

મેચ શરૂ થતાની સાથે જ થાલા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. ધોનીના માતા-પિતા પહેલીવાર મેચ જોવા માટે સ્ટેડિયમમાં હાજર જોઈને ફેન્સ ઘણી અટકળો લગાવી રહ્યાં છે. 20 વર્ષના કરિયરમાં આ પહેલો પ્રસંગ છે જ્યારે ધોનીના માતા-પિતા મેદાનમાં આવ્યા હોય.
આ દ્રશ્ય જોઈને જ ફેન્સને લાગી રહ્યું છે કે આજે ધોની તેની અંતિમ મેચ રમી શકે છે. મેચની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સના સ્ટેન્ડ-ઇન કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ટીમના યુવા બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્કનું ખરાબ ફોર્મ યથાવત રહ્યું અને તે ખાતું પણ નહીં ખોલી શક્યો નથી. ચેન્નાઈના ચાહકોનું ધ્યાન સ્કોર કરતાં વધુ ધોનીની દરેક હલચલ પર રહ્યુ છે.
ધોનીની નિવૃત્તિ વિશેની ચર્ચાઓ નવી નથી. 15 ઓગસ્ટ 2020ના રોજ જ્યારે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારથી ફેન્સમાં એકજ પ્રશ્ન છે કે આ IPL છેલ્લી હશે કે કેમ?
2023માં CSKની ચેમ્પિયનશિપ પછી ઘણા નિષ્ણાતોએ માન્યું કે ધોની હવે ક્રિકેટમાંથી સંપૂર્ણ વિદાય લઈ શકે છે. પરંતુ ધોની ફરી મેદાન પર જોવા મળ્યો.
મહેન્દ્ર સિંહ ધોની માત્ર એક ખેલાડી નહીં, પણ એક યૂગ છે. ભારત માટે 2007 T20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી જીતોમાં તેમનું નેતૃત્વ યાદગાર રહ્યું છે.
IPLમાં પણ તેમના રેકોર્ડ્સ અનન્ય છે, પાંસઠથી વધુ મેચોમાં કેપ્ટન તરીકે જીત ઘણી ફાઇનલ અને પાંચ વખત ચેમ્પિયન બનાવવી આ બધું તેમને વિશિષ્ટ બનાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
