MS Dhoni Angry Moment : જ્યારે કેપ્ટન કુલ MS ધોની ગુસ્સેથી થઈ ગયો લાલચોળ, CSK ના ખેલાડીએ જણાવી અજાણી સ્ટોરી
S Badrinath on MS Dhoni Angry Moment : ક્રિકેટની દુનિયામાં મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી કેપ્ટન કુલ તરીકે કરવામાં આવે છે. કહેવાય છે કે ધોની કોઈપણ સ્થિતીમાં શાંત રહી શકે છે.
જો કે તમને જાણીને નવાઈ લાગશે કે મહેન્દ્ર સિંહ ધોનીને પણ ગુસ્સો આવે છે. આ વાતનો ખુલાસો ચેન્નાઈના તેના જ સાથી ખેલાડીએ કર્યો છે.

કેપ્ટન કૂલ સામાન્ય રીતે શાંત છે પરંતુ જ્યારે ધોની ગુસ્સે થાય છે ત્યારે બધા જોતા રહે છે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચુકેલા સુબ્રમણ્યમ બદ્રીનાથે ધોનીને લઈને મોટો ખુલાસો કર્યો છે.
એક ઈન્ટરવ્યૂમાં એસ બદ્રિનાથે કહ્યું કે, એમએસ ધોની હંમેશા તેની કેપ્ટન કૂલ શૈલીમાં નથી રહેતો. તેને ક્યારેક ખૂબ ગુસ્સો પણ આવે છે. બદ્રીનાથે ખુલાસો કર્યો કે ધોની પણ એક માણસ છે. તે પોતાનો કંટ્રોલ ગુમાવે છે. જો કે મેદાન પર આવું ક્યારેય બન્યું નથી. તેણે ક્યારેય વિપક્ષી ટીમને એ જાણવા નથી દીધું કે તે ગુસ્સે થઈ શકે છે.
એસ બદ્રિનાથે કહ્યું કે એકવાર RCB vs CSK મેચ ચાલી રહી હતી. આ મેચમાં ચેન્નાઈને 110 રનના લક્ષ્યનો પીછો કરવાનો હતો પરંતુ તે મેચમાં સીએસકેએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો.
બદ્રીનાથે કહ્યું કે, હું અનિલ કુંબલેના બોલ પર LBW આઉટ થયો હતો. આઉટ થયા પછી હું ડ્રેસિંગ રૂમમાં ઉભો હતો અને ધોની અંદર આવી રહ્યો હતો. ત્યારબાદ તેણે ગુસ્સામાં આવીને પાણીની બોટલને લાત મારી, જે ઘણી દૂર સુધી ગઈ.
આ ઘટના પછી કોઈ ખેલાડીએ તેમની સાથે આઈ કોન્ટેક્ટ ન કર્યો. આ દિવસોમાં ધોની IPL 2025માં રમવા કે ન રમવાના વિષય પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, CSK આ મામલે જલ્દી જ પોતાનો નિર્ણય આપી શકે છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
