Mohammed Shami record : 16 વર્ષ બાદ તુટ્યો રેકોર્ડ, દિગ્ગજોમાં શામિલ થયો મોહમ્મદ શમી
Mohammed Shami record : મોહાલીમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કાંગારુ બેટ્સમેન સામે કાળો કેર વર્તાવ્યો હતો. શામીએ પોતાની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયા ટીમના બેટિંગ ઓર્ડરને વિખેરી નાંખ્યો છે. ઇન્ડિયન ફાસ્ટ બોલરે પોતાના વનડે કરિયરના સૌથી બોલિંગ સ્પેલ ફેંકીને પાંચ વિકેટ ઝડપી હતી.
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતવાની સાથે જ શમીએ બોલ સાથે કંઈક એવું કરી બતાવ્યું હતું, જે છેલ્લા 16 વર્ષમાં કોઈ ભારતીય બોલર કરી શક્યો નથી.

શમીએ મચાવ્યો તરખાટ - મોહમ્મદ શમી નવા બોલ સાથે શાનદાર ફોર્મમાં દેખાયો હતો, અને તેણે શાનદાર ફોર્મમાં રહેલા મિશેલ માર્શને સસ્તામાં પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ સાથે જ શમીએ ODI ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન સ્ટીવ સ્મિથને પણ હરાવ્યો હતો.
માર્કસ સ્ટોઈનિસને ભારતીય ફાસ્ટ બોલર દ્વારા ક્લીન બોલ્ડ કરીને પેવેલિયનમાં મોકલવામાં આવ્યો હતો, જ્યારે મેથ્યુ શોર્ટ અને સીન એબોટ પણ શમીની ઝડપ સામે લાચાર દેખાતા હતા. શમીએ તેના 10 ઓવરના સ્પેલમાં 51 રન ખર્ચ્યા અને ઓસ્ટ્રેલિયાની અડધી ઇનિંગ્સ એકલા હાથે સમેટી લીધી હતી.
આવું 16 વર્ષમાં પહેલીવાર બન્યું - શાનદાર બોલિંગની સાથે મોહમ્મદ શમીએ પણ ખાસ સ્થાન હાંસલ કર્યું હતું. હકીકતમાં શમી છેલ્લા 16 વર્ષમાં પ્રથમ ભારતીય બોલર છે, જેણે ઘરની ધરતી પર ODI ક્રિકેટમાં પાંચ વિકેટ લીધી છે. અગાઉ વર્ષ 2007માં ઝહીર ખાને ભારતની ધરતી પર એક જ વનડે મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી.
શમી ઓસ્ટ્રેલિયા સામેની ધરતી પર વનડેમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ બોલર પણ બની ગયો છે. શમી ભારતનો માત્ર ત્રીજો ઝડપી બોલર છે, જેણે કાંગારૂ ટીમ સામે વનડેમાં પાંચ વિકેટ લીધી છે. તેમના પહેલા માત્ર કપિલ દેવ અને અજીત અગરકર જ આ કારનામું કરી શક્યા હતા.
ભારતે આસાનીથી જીતી મેચ - મોહમ્મદ શમીની શાનદાર બોલિંગના કારણે ભારતીય ટીમે પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 276 રન પર રોકી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ આપેલા 277 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 48.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો હતો.
ટીમ વતી ઋતુરાજ ગાયકવાડે 71 રન અને શુભમન ગીલે 74 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આવા સમયે, કેપ્ટન કેએલ રાહુલ 58 રન બનાવ્યા પછી અણનમ રહ્યો, જ્યારે સૂર્યકુમાર યાદવે પણ અડધી સદી ફટકારી હતી.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
