IPL 2026 : જાડેજા બાદ વધુ એક સ્ટારની રાજસ્થાન રોયલ્સમાં એન્ટ્રી
IPL 2026 સીઝન પૂર્વે રાજસ્થાન રોયલ્સે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. ફ્રેન્ચાઇઝીએ સોમવારે પુષ્ટિ કરી કે શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારાને ફરીથી ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય દ્વારા ટીમે હરાજી પહેલા જ IPL ઇતિહાસના સૌથી મોટા ટ્રેડમાંથી એક કરીને ચાહકોમાં ઉત્તેજના જગાવી છે.
કુમાર સંગાકારાને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે 2021 થી 2024 સુધી રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી અને ગયા વર્ષે તેમને ડાયરેક્ટર ઓફ ક્રિકેટ બનાવવામાં આવ્યા હતા. હવે તેઓ ફરીથી કોચિંગની કમાન સંભાળશે.

સંગાકારા રાહુલ દ્રવિડનું સ્થાન લેશે, જેમણે IPL 2025 સીઝનમાં જયપુરની ફ્રેન્ચાઇઝી સાથે તેમનો બીજો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તેમના પ્રથમ કોચિંગ કાર્યકાળ દરમિયાન, સંગાકારાએ રોયલ્સના 17 વર્ષના લાંબા ઇંતેજારનો અંત લાવીને 2022માં ટીમને IPL ફાઇનલ સુધી પહોંચાડી હતી, જો કે ટીમ ફાઈનલ ન જીતી શકી.
રોયલ્સના મુખ્ય માલિક મનોજ બડાલેએ સંગાકારાની વાપસી પર ખુશી વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, કુમારને હેડ કોચ તરીકે પાછા મેળવીને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. ટીમ સાથે તેમની પરિચિતતા, તેમનું નેતૃત્વ અને રોયલ્સની સંસ્કૃતિની તેમની ઊંડી સમજણ અમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાજસ્થાન સાથે ફરી જોડાવા પર કુમાર સંગાકારાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા છે.
હેડ કોચ તરીકે પોતાની વાપસી પર સંગાકારાએ કહ્યું કે, હું હેડ કોચ તરીકે પાછા ફરવા અને આ ટીમ સાથે કામ ચાલુ રાખવા બદલ સન્માનિત અનુભવું છું. એક મજબૂત કોચિંગ ટીમ સાથે અમારું ધ્યાન ખેલાડીઓને શ્રેષ્ઠ રીતે તૈયાર કરવા પર છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, એક ગ્રુપ તરીકે આપણે ક્યાં જવા માગીએ છીએ તેની અમને સ્પષ્ટ સમજ છે અને અમારો લક્ષ્ય એક એવી ટીમ બનાવવાનો છે જે સ્પષ્ટતા, જુસ્સો અને ઉદ્દેશ્ય સાથે રમે.
સંગાકારાની વાપસી સાથે કોચિંગ સ્ટાફમાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. વિક્રમ રાઠોડને હવે લીડ આસિસ્ટન્ટ કોચ બનાવવામાં આવ્યા છે, જ્યારે ટ્રેવર પેની અને સિડ લાહિડી અનુક્રમે આસિસ્ટન્ટ કોચ અને પરફોર્મન્સ કોચ તરીકે પાછા ફર્યા છે. શેન બોન્ડ ફાસ્ટ બોલિંગ કોચ તરીકે પોતાની ભૂમિકા ચાલુ રાખશે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
